September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બેખોફ ચેઈન સ્‍નેચર ધોળા દિવસે લીફટમાં મહિલા સાથે ચઢીને મંગલસૂત્ર ખેંચી સીડી ઉતરી ભાગી છૂટયો

દેસાઈવાડ ગાયત્રી કોમ્‍પલેક્ષમાં ઘટેલી ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપીમાં બેખોફ બનેલા ચેઈન સ્‍નેચરની ચિલઝડપ કરવાની ચોંકાવનારી ઘટના આજે સોમવારે બપોરે ધોળા દિવસે ઘટી હતી. એક એપાર્ટમેન્‍ટની લિફટમાં મહિલા સાથે ઉપર જવા માટે ચઢી ગયેલ શખ્‍શએ વચ્‍ચે લિફટ થોભી ત્‍યારે ઝડપથી મહિલાના ગળામાં પહેરેલ સોનાનું મંગલસૂત્ર ખેંચી એટલી જ ઝડપથી પગથીયા ઉતરીને પવનવેગી ગતિથી ફરાર થઈ ગયો હોવાનો આખો ઘટનાક્રમ સી.સી.ટી.વી.માં કેદ થતા ઘટના પ્રકાશમાં આવી હતી.
વિગતો મુજબ વાપી દેસાઈવાડમાં આવેલ ગાયત્રી કોમ્‍પલેક્ષમાં ખરા બપોરે સ્‍નેચર પ્રવેશે છે. પાર્કિંગમાંવાહનો પાસે ઉભા ઉભા મોબાઈલથી વાત કરવાનો નાટકીય ડ્રામા કરે છે ત્‍યારે એક મહિલા લિફટમાં ઉપર જવા દાખલ થાય છે ત્‍યારે સ્‍નેચર મહિલા સાથે ઉપર જાય છે. ત્‍યારબાદ જેવી લિફટ વચ્‍ચે થોભે છે ત્‍યારે એ મહિલાના ગળાનું મંગલસૂત્ર ખેંચીને ઝડપથી સીડીના પગથીયા ઉતરીને ફરાર થઈ જાય છે. મહિલા કંઈક સમજે વિચારે તે પહેલાં જ ક્ષણમાં મંગલસૂત્ર લઈ સ્‍નેચર અલોપ થઈ ગયો. સ્‍નેચરે નવી મોડસ ઓપરેન્‍ડી ઉભી કરી કામ તમામ કરી ગયો હતો ત્‍યારે વાપીની અન્‍ય સોસાયટીઓ જાગૃત બનવાનો સંદેશ ઘટના આપી ગઈ છે.

Related posts

દમણ ન.પા.એ કોવિડ-19ના આંશિક લોકડાઉનના પગલે એપ્રિલ અને મે મહિનાનું દમણ મ્‍યુનિસિપલ માર્કેટનું ભાડૂ નહીં લેવા કરેલો નિર્ણય

vartmanpravah

વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન અમદાવાદ-સુરતના પ્રતિનિધિઓની વાપીમાં મીટિંગ યોજાઈ : માતાજીના દિવ્‍ય રથ આગમનની ચર્ચા

vartmanpravah

વાપી ખાતે શિક્ષક દિન નિમિત્તે મેરીલ એકેડમીના તક્ષશીલા ઓડિટોરીયમમાં આલકેમી ટ્‍વીન સીટી ડો.ચિંતન પટેલ મનોવિકાસ બાલભવન સવિશાંક ફાઉન્‍ડેશન દ્વારા મેગા સ્‍ટુડન્‍ટ ટીચર એવોર્ડ 2.0 યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા કેરિયર પસંદગીના સંદર્ભમાં આયોજીત કાઉન્‍સેલીંગ સેમિનાર એક અભિનવ પ્રયોગઃ આશિષ મોહન

vartmanpravah

પારડીના ભરચક વિસ્‍તારમાં કારનો કાચ તોડી બેગ ઉઠાંતરીનો પ્રયાસ

vartmanpravah

સલવાવની સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ફાયર સેફટી ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment