October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

આંબોલી ગ્રામ પંચાયતના વેલુગામમાં ‘સરકાર તમારા ઘર પર’ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ, આજે દાદરા નગર હવેલી જિલ્લાની આંબોલી ગ્રામ પંચાયતના વેલુગામમાં આજે ‘સરકાર તમારા ઘર પર’ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વિશેષ શિબિરમાં મામલતદાર, ગ્રામ પંચાયત આંબોલી, ગેસ કનેકશન, અન્ન અને પુરવઠા વિભાગ, સરલ સેવા કેન્‍દ્ર, કળષિ વિભાગ, સમાજ કલ્‍યાણ વિભાગ, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, પેન્‍શન યોજના, મનરેગા-ડે, એનઆરએલએમ, શિક્ષણવિભાગ, ટોરેન્‍ટ પાવર, આરોગ્‍ય વિભાગ, ભૂમિ અધિગ્રહણ વિભાગ, આધાર સેવા કેન્‍દ્ર, બેંકને લગતા વગેરે જેવા 14 જુદા જુદા વિભાગો દ્વારા સ્‍ટોલ ઉભા કરવામાં આવ્‍યા હતા. જેમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ આપવા માટે સઘન પ્રયાસો કર્યા હતા. આ શિબિરમાં 742થી વધુ લાભાર્થીઓએ આગળ આવીને અરજી કરી હતી, જેમાં મોટાભાગની અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
આ વિશેષ શિબિરમાં આંબોલીની સામાન્‍ય જનતાએ મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો. આવતી કાલ તા.22/11/24ના રોજ આંબોલી ગ્રામ પંચાયતના ખડોલી ગામમાં શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેનો લાભ લેવા ગ્રામજનોને જણાવાયું છે.

Related posts

વાંસદાનાં કુંકણા સમાજ ભવનમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે 61 રક્‍ત બેગ થતા આદિવાસી સમાજનો બ્‍લડ ડોનેશન કેમ્‍પ સફળ રહ્યો

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકો માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહઃ કેન્‍દ્રીય પ્રાથમિક શાળા આંબોલીમાં 55મો કેન્‍દ્ર કક્ષાનો રમતોત્‍સવ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

આજે મોટી દમણ ન્‍યૂ લાઈટ હાઉસ પાસે એમ્‍ફીથિયેટર અને ન.પા. કાર્યાલયમાં વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસના ઉપલક્ષમાં પ્રદર્શન યોજાશે

vartmanpravah

‘અપકારનો બદલો ઉપકારથી વાળવો તેમાનવતાની ચરમ સીમા છે.’ વાત છે યુગાન્‍ડાના ક્રુર સરમુખત્‍યાર ઇદી અમીનની

vartmanpravah

Leave a Comment