Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકા વિસ્‍તારમાં ચાલતી 73 ચિકન-મટન શોપ પૈકી માત્ર 20 પાસે લાયસન્‍સ : કાર્યવાહી માટે ફરિયાદ

એનિમલ વેલ્‍ફેર બોર્ડ સભ્‍ય રાજેશ શાહે માહિતી એક્‍ટ નીચે પાલિકામાંથી માંગેલી યાદીમાં થયેલો ઘટસ્‍ફોટ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી નગરપાલિકા વિસ્‍તારમાં હાલમાં 73 જેટલી ચિકન-મટન શોપ ધમધમી રહી છે તે પૈકી માત્ર 20 શોપ પાસે જ લાયસન્‍સ છે. પાલિકામાં માંગવા આવેલ માહિતી અધિકાર અન્‍વયે આ બાબતનો ઘટસ્‍ફોટ થયો હતો. તેથી વાપીમાં ગેરકાયદેસર ચાલી રહેલ મટન-ચિકન શોપ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ચીફ ઓફિસરને આજે લેખિત ફરિયાદ કરાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સ્‍ટેટ એનિમલ વેલ્‍ફેર બોર્ડ ગાંધીનગરના સભ્‍ય રાજેશ હસ્‍તીમલ શાહએ વાપી નગરપાલિકામાં જે તે સમયે પાલિકા વિસ્‍તારમાં ચાલતી ચિકન-મટન શોપની માહિતી ‘‘માહિતી અધિકાર” હેઠળ માંગી હતી તે સંદર્ભે પાલિકાએ પાઠવેલ જવાબમાં પાલિકા વિસ્‍તારમાં હાલમાં 73 ચિકન-મટન શોપ ચાલી રહી છે તે પૈકી માત્ર 20 પાસે લાયસન્‍સ છે. જો કે આ બાબતે તેમણે અગાઉ તા.27-12-22ના રોજ પાલિકાને નોટિસ પણ આપી હતી કે જેમની પાસે લાયસન્‍સ હોયતે દિન-1માં જમા કરાવે પરંતુ તેમાં કોઈ કાર્યવાહી થયેલ નહીં હોવાથી અંતે આજે સોમવારે રાજેશ શાહએ વધુ ફરી પાલિકા ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરીને 53 ચિકન શોપ સામે કાર્યવાહી કરવાની માંગણી કરેલ છે. આ મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ ચૂકાદા સાથે પાલિકાઓને ટકોર કરી હતી કે શા માટે કાર્યવાહી પાલિકાઓ દ્વારા નથી થઈ રહી, તેના જવાબ પણ કોર્ટે માંગ્‍યા છે.

Related posts

દાનહ પોલીસે બે સ્‍થળોએથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ઝડપી પાડી જપ્ત કર્યો

vartmanpravah

ફેડરેશન ઓફ ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા 18મો એફજીઆઈ એવોર્ડ ફોર એક્‍સીલન્‍સ યોજાશે : જુદી જુદી 13 કેટેગરીનો સમાવેશ

vartmanpravah

કપરાડાના હુડા આંબાપાડા ગામે બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બાઈક પાછળ બેઠેલી મહિલાનું મોત

vartmanpravah

દીવ જિલ્લામાં આજથી કોરોના ગાઈડ લાઈન સાથે ફરીથી ધો.1 થી 8ની શાળાઓ અને આંગણવાડીનો થયો પ્રારંભ

vartmanpravah

જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ જિ.પં.ના સભ્‍યો-સરપંચોએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment