Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી પોલીસમાં એનડીપીએસ ગુનાનો ફરાર આરોપી 31 વર્ષે ઝડપાયો

1992 થી દયાનંદ મેવાલાલ દુબે ફરાર હતો: અંતે હરિયાણાથી એસ.ઓ.જી. ઊંચકી લાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી જી.આઈ.ડી.સી. પોલીસ દફતરે અફીણનો જથ્‍થો રાખનાર આરોપી સેકન્‍ડ ફેઝમાં એક રૂમની ચાલીમાંથી 1992માં રેડ દરમિયાન પોલીસ ઝડપે તે પહેલા ફરાર થઈ ગયો હતો તે સમયે આરોપી 28 વર્ષનો હતો. હાલમાં હરિયાણાથી એસ.ઓ.જી.એ ઝડપ્‍યો ત્‍યારે આરોપી 58 વર્ષનો થઈ ગયો હતો.
વાપી જી.આઈ.ડી.સી. પોલીસે ગત 1992માં સેકન્‍ડ ફેઝમાં એક ચાલીમાં રેડ પાડી હતી. કેમિકલ કંપનીના કમ્‍પાઉન્‍ડની રૂમોમાંથી કાર્યવાહી દરમિયાન પ્રદ્યુમ્‍ન દુબે ઝડપાયો હતો તેની પાસે એક તોલો અફીણનો જથ્‍થો મળ્‍યો હતો. વધુ પૂછપરછમાં તેણે જણાવેલ કે જથ્‍થો કાકાના દિકરા દયાનંદ મેવાલાલ દુબેએ આપેલો ત્‍યારે પોલીસ ધરપકડથી બચવા માટે મેવાલાલ ફરાર થઈ ગયો હતો. ત્‍યારથી પોલીસ એન.ડી.એસ. ગુનાના આ આરોપીને શોધતી હતી. મધ્‍યપ્રદેશથી લઈ અનેક જગ્‍યાએ પોલીસ તપાસમાં જતી પણ ખાલી હાથે પરત આવતી હતી. અંતે પોલીસને આરોપી હરિયાણામાં હોવાની બાતમી મળતા એસ.ઓ.જી.ની ટીમ દયાનંદ મેવાલાલ દુબેને ઊંચકી લાવી હતી. વધુ તપાસ કરવામાં આરોપીને જી.આઈ.ડી.સી. પોલીસને સોંપ્‍યો હતો. એટલે કે કાનૂન કે હાથ બડે લમ્‍બે હોતે હૈ તે આને કહેવાય.

Related posts

સીઈઓની કારણદર્શક નોટિસ : દાનહઃ ખરડપાડા ગ્રા.પં.ના ૬ જેટલા સભ્યોનું સભ્યપદ શા માટે રદ્ નહીં કરવું?

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના આરંભ પહેલાં દમણ જિલ્લા કોળી પટેલ સમાજની નિકળેલી ભવ્‍ય શોભા યાત્રા

vartmanpravah

આજે પોસ્‍ટ વિભાગના ગુજરાત સર્કલ દ્વારા સેલવાસની ડોકમર્ડી સરકારી કોલેજ ખાતે જન કલ્‍યાણકારી યોજના પ્રોત્‍સાહન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સાયકલ ફ્રેન્‍ડલી નેબરહુડના પ્રમુખે બિહારમાં બાળકો અને મહિલાઓ માટે સાયકલ તાલીમ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

વલસાડ કાપરીયામાં નર-માદા રસેલ વાઇપર રેસ્‍ક્‍યુ કરાયા

vartmanpravah

Leave a Comment