Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ કોલેજના પ્રો.ડો.વિમુખ પટેલને કબીર કોહિનુર એવોર્ડ એનાયત

ડો.વિમુખ પટેલે ભારતીય સંસ્‍કૃતિ, હિન્‍દી સાહિત્‍યને રાષ્‍ટ્રિય સ્‍તરે ઉજાગર કર્યું છે : અન્‍ય ત્રણ એવોર્ડ રાષ્‍ટ્રિય સ્‍તરે તેઓ અગાઉ મેળવી ચૂક્‍યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના ધોધડકુવા ગામ વતની અને આદિવાસી લેખક-સાહિત્‍યકાર પ્રો.ડો.વિમુખ પટેલ હાલમાં આર.કે. દેસાઈ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તાજેતરમાં સાહિત્‍ય ક્ષેત્રને ગણમાન્‍ય એવો કબીર કોહિનુર એવોર્ડ એનાયત થયો છે.
પ્રો.ડો.વિમુખ પટેલના 15 રિસર્ચ લેખ અને બે પુસ્‍તકો પણ પ્રકાશિત થયેલા છે. આ એવોર્ડ પહેલા અગાઉ પણ તેમને રાષ્‍ટ્રિય સ્‍તરે ભારતીય સંસ્‍કૃતિ હિન્‍દી સાહિત્‍યની સેવા અને સર્જન માટે ત્રણ એવોર્ડ મળેલા છે. સાહિત્‍ય જગતમાં તેમનું અઢળક યોગદાન રહ્યું છે. તેમના લેખન-સર્જનને ધ્‍યાને લઈને ન્‍યુ દિલ્‍હી ખાતે તેમનું રાષ્‍ટ્રિય કબીર કોહિનુર એવોર્ડ આપી સન્‍માન કરાયું છે. સાહિત્‍ય ક્ષેત્રેની વિશિષ્‍ટ પ્રતિભાના ધની-સાહિત્‍યકારને મળેલી આ જ્‍વલંત સિધ્‍ધિ કેન્‍દ્રીયકેબિનેટ મંત્રી સી.આર. ચૌધરી, ભારત સરકાર વિશ્વ શાંતિદૂત ડો.લોકેશ મુનીજી મહારાજ, નિર્દેશક લંડન કૌશલ વિકાસ સંગઠન યુ.કે. ડૌ.પરિન સોમાની સહિત જિલ્લા વહિવટી તંત્ર, શિક્ષણ જગત અને આદિવાસી સમાજે શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્‍પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘શૈક્ષણિક ફિલ્‍ડ ટ્રીપ’નું આયોજન થયું

vartmanpravah

કોંગ્રેસના નેતા દ્વારા રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય શબ્‍દો ઉચ્‍ચારવા બાબતે પારડી શહેર ભાજપ દ્વારા કરાયેલું પૂતળા દહન

vartmanpravah

પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ બનતા શ્‍યામ વિષ્‍ણુ હળપતિઃ ભાજપનો જનાધાર ઔર વધુ મજબૂત બનવાની ધારણાં

vartmanpravah

Leave a Comment