Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રવિવારે રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વલસાડ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાશે જિલ્‍લામાં 6 કડિયાનાકા ખાતે લાભાર્થીઓને લાભ મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: રાજ્‍યના શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણબોર્ડ દ્વારા આગામી તા.12 મી ફેબ્રુઆરી, 2023 ને રવિવારના રોજ સવારે 8.30 કલાકે વલસાડ જિલ્‍લાના વાપી શહેરના ગુંજન સર્કલ ખાતેના કડિયાનાકા ખાતેથી રૂા.પ/- માં સાત્‍વિક ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ શુભારંભ કરાવશે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં આ યોજના 6 કડિયાનાકા ખાતેથી શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં વલસાડ શહેરમાં ર્ડા.મોંધાભાઈ દેસાઈ હોલની સામે, ધરમપુર નગરમાં હાથીખાના, વાપી શહેરમાં ઝંડાચોક, ભડકમોરા, જી.આઈ.ડી.સી. વાપી અને પારડી શહેરના બસ સ્‍ટેન્‍ડ ખાતે આ યોજનાનો બાંધકામ શ્રમિકોને લાભ મળશે.
આ યોજનામાં ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણબોર્ડ દ્વારા ઈ- નિમાર્ણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટેબાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિમાર્ણ કાર્ડ લઈ, શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્‍દ્ર પર જઈ કાર્ડમાં દર્શાવેલ ઈ-નિમાર્ણ નંબર અથવા ક્‍યુ.આર. કોડ સ્‍કેન કરાવી ભોજન વિતરણ કેન્‍દ્ર પરથી રૂા.5/- ના ટોકન મારફત તેને અને તેના પરિવારને રૂા.5/- માં સાત્‍વિક ભોજન મળી શકશે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઈ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે અને 15 દિવસ સુધી ભોજન મેળવી શકે છે.

Related posts

ચીખલી તાલુકામાં પાછોતરા વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન

vartmanpravah

ચીખલી ખાતે રૂા. 304 લાખના ખર્ચે નવનિર્મિત થનાર બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત રાજ્‍યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે કરાયું

vartmanpravah

કાર અંકલેશ્વરમાં પાર્ક અને માલિક ઉપર બગવાડા ટોલનાકાથી ટોલ કપાયાનો મેમો મળ્‍યો

vartmanpravah

ચીખલીના સારવણી ગ્રામ પંચાયતના સરપંચ સામે ડેપ્‍યુટી સરપંચ સહિત તમામ વોર્ડ સભ્‍યો દ્વારા અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરાઈ

vartmanpravah

ચીખલીના વંકાલ મોખામાં યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં માધવ ઈલેવન ચેમ્‍પિયન અને રનર્સઅપ તરીકે યશ્ચિ ઈલેવન આવતા બંને ટીમોને ટ્રોફી એનાયત કરાઈ

vartmanpravah

વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં આગ

vartmanpravah

Leave a Comment