January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાની દમણના કથિરીયા ખાતે પૈરામનોસ સ્‍પા સેન્‍ટરમાં ચાલી રહેલા દેહવેપારના અડ્ડાનો પોલીસે કરેલો પર્દાફાશ

સ્‍પા સેન્‍ટરના સંચાલકની ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: નાની દમણના સ્‍પા સેન્‍ટરની આડમાં ચાલી રહેલા દેહવેપારના અડ્ડાનો દમણ પોલીસે પર્દાફાશ કર્યો છે.
આજે નાની દમણ પોલીસ સ્‍ટેશનના પ્રભારી પી.એસ.આઈ. શ્રી વિશાલ પટેલે પોલીસ દળની સાથે સ્‍પા સેન્‍ટર ઉપર દરોડા પાડી દમણ રહેતા સ્‍પા સેન્‍ટર સંચાલકની ધરપકડ કરી હતી. આરોપી વિરૂધ્‍ધ અનૈતિક દેહવેપાર અધિનિયમની વિવિધ કલમો અંતર્ગત ગુન્‍હો દાખલ કરાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નાની દમણમાં કથિરીયા ખાતે બ્‍લ્‍યૂ લગૂન હોટલની સામે આવેલ ઈમારતના પહેલા માળે પૈરા મનોસ ડ્રાઈ નામથી સ્‍પા સેન્‍ટર ચાલી રહ્યું હતું. પૈરા મનોસ સ્‍પા સેન્‍ટરમાં મસાજના નામ ઉપર દેહવેપારનો ધંધો ખૂબ જોરશોરથી ચાલી રહ્યો હતો. અહીં મોટા ભાગના ગ્રાહકો બહાર ગામથી આવતા હતા. ગ્રાહકોને રસીદ મસાજની કાપવામાં આવી હતી પરંતુ કેબિનમાં યુવતિઓથી સ્‍પાના નામ ઉપર દેહવેપારનું કામ કરાતું હતું. પોલીસને આ સ્‍પા સેન્‍ટરમાં ચાલી રહેલા દેહવેપારની ખબરમળતા નાની દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પીએસઆઈ શ્રી વિશાલ પટેલે પોલીસ દળની સાથે પુરતી જાણકારી મળ્‍યા બાદ પૈરા મનોસ સ્‍પા સેન્‍ટર ઉપર દરોડો પાડી દમણ રહેતા સ્‍પા સંચાલકની ધરપકડ કરી હતી. આ દરોડાથી દમણમાં ચાલી રહેલા વિવિધ સ્‍પા સેન્‍ટરોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.

Related posts

વલસાડ તાલુકા કક્ષાનો કલા ઉત્‍સવ ઉજવાયો, 119 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

vartmanpravah

દાનહના માજી સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપીમાં બે દિવસીય સામુહિક સફાઈનું અભિયાન નગરપાલિકા દ્વારા હાથ ધરાયું

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા શતરંજ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

નેપાળ ખાતે આયોજીત આંતરરાષ્‍ટ્રીય ચેસ ટૂર્નામેન્‍ટમાં સેલવાસના યુવાને ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

જિલ્લા પ્રશાસનની અનુમતિ સાથે સંઘપ્રદેશમાં મહત્તમ 200 વ્‍યક્‍તિઓની મર્યાદા સાથે હાઉસિંગ સોસાયટીઓ તથા રહેણાંક વિસ્‍તારોમાં નવરાત્રિ મહોત્‍સવ યોજી શકાશે

vartmanpravah

Leave a Comment