August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોટાપોંઢા કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: ગુજરાતી સાહિત્‍ય પરિષદ તથાશ્રી મુમ્‍બાદેવી આર્ટ્‍સ એન્‍ડ શ્રીમતી એસ.આર. ચમારીયા કોમર્સ કોલેજ, મોટાપોંઢામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ ડૉ.એસ.યુ. પટેલે વક્‍તાઓને આવકારી, માતૃભાષા દિવસનો મહિમા સમજાવ્‍યો હતો. સરકારી કોલેજ, દમણના ગુજરાતી વિષયના અધ્‍યાપક અને મુખ્‍ય વક્‍તા ડૉ.ભાવેશ વાળાએ એમના વક્‍તવ્‍યમાં હેમચંદ્રાચાર્યથી માંડી ઠેઠ સાંપ્રત સમય સુધીની ગુજરાતી ભાષાની એક આખી સફર મુખ્‍ય કવિઓને ધ્‍યાનમાં લઈ કરાવી હતી. આણંદ આર્ટસ કોલેજના ડૉ. પ્રવીણભાઈ વણકરે એમના વક્‍તવ્‍યમાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવણીના પ્રારંભની ઘટના થકી માતૃભાષાનું મહત્ત્વ સમજાવ્‍યું હતું. કાર્યક્રમના સંયોજક ડૉ. આશા ગોહિલે 117 વર્ષ જૂની ગુજરાતી સાહિત્‍ય પરિષદનું અધિવેશન, જ્ઞાનસત્ર તથા અન્‍ય વિવિધ કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં હતા. આજનો કાર્યક્રમ 102 જગ્‍યાએ આયોજિત કરી પરિષદે એક ઈતિહાસ રચ્‍યો હતો. ગુજરાતી સાહિત્‍ય પરિષદના પ્રમુખ પ્રકાશ ન. શાહ તથા મહામંત્રી ડૉ. સમીર ભટ્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત વિશ્વ માતૃભાષા દિવસની દબદબાભેર ઉજવણી 102 જગ્‍યાએ થઈ રહી છે એ વિશે વિગતે વાત કરી હતી. વિદ્યાર્થીઓએ કાર્યક્રમને રસભેર માણ્‍યો અને સફળ બનાવ્‍યો હતો.કાર્યક્રમના અંતે ગુજરાતી સાહિત્‍યપરિષદ તથા સૌના પ્રત્‍યે આભાર પ્રા. ડૉ. આશા ગોહિલે વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દમણમાં ટોપર બનેલ કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડના પરિવારની અસ્‍પી દમણિયાની ટીમે લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસને શ્રમિકોના લઘુત્તમ દૈનિક વેતન સહિત રૂા.35 વિશેષ ભથ્‍થાંની કરેલી જાહેરાત

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે મોટી દમણ હોસ્‍પિટલની મુલાકાત લઈ વ્‍યવસ્‍થા અને સુવિધાઓનું કરેલું નિરીક્ષણ: દમણ-દીવના લોકોને દરેક પ્રકારની સુવિધા મફતમાં મળે તેવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

vartmanpravah

દાદરા નગર હવેલીમા 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

‘અપકારનો બદલો ઉપકારથી વાળવો તેમાનવતાની ચરમ સીમા છે.’ વાત છે યુગાન્‍ડાના ક્રુર સરમુખત્‍યાર ઇદી અમીનની

vartmanpravah

Leave a Comment