(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીનાસામરવરણી પંચાયત દ્વારા ગ્રામજનોની વિવિધ સમસ્યાના નિરાકરણ માટે સરપંચ શ્રીમતી કૃતિકાબેન બારાત અને તેમના સભ્યો દ્વારા પ્રશાસન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે શનિવારે સામરવરણી પંચાયત વિસ્તારમાં પાણીની સમસ્યા નિવારણ હેતુ પાણીની ટાંકીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સામરવરણી ગામમાં એક ઓવરહેડ ટાંકી અને એક અંડરગ્રાઉન્ડ ટાંકી નિર્માણ પામશે. ઓવરહેડ ટાંકી 12 લાખ લીટર ક્ષમતાની બનશે જ્યારે અંડર ગ્રાઉન્ડ ટાંકી 25 લાખ લીટરની ક્ષમતાની નિર્માણ પામનાર હોવાની માહિતી સરપંચશ્રીએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટાંકી નિર્માણનું કામ પૂર્થ થયા બાદ સામરવરણી પંચાયત વિસ્તારના લોકોએ પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળશે. ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે સરપંચ શ્રીમતી કૃતિકાબેન બારાત સહિતના પંચાયત સભ્યો અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.