October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

  • ‘ઈ-વિદ્યા’ એપનો વધુમાં વધુ ઉપયોગ કરવા અને દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલે કરેલી તાકીદ

  • ભાજપ સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની દરેક યોજના સમાજના છેલ્લા ક્રમે ઉભેલા છેલ્લા વ્‍યક્‍તિ સુધી પહોંચવી જોઈએ અને તેના બાળકો પણ ઉચ્‍ચ શિક્ષણથી વંચિત નહીં રહે તે જ પંડિતજીના અંત્‍યોદયનો સારઃ દીપેશભાઈ ટંડેલ

    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
    દમણ, તા.21 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા આજે સાર્વજનિક વિદ્યાલયના પટાંગણમાં આયોજીત કાર્યક્રમમાં ગુજરાતી માધ્‍યમના વિદ્યાર્થીઓ માટે ‘ઈ-વિદ્યા’ એપનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું.
    આ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં સાર્વજનિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષકો, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશ આગરિયા, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જીજ્ઞેશ ડી. પટેલ, દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલ, જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, દમણ ન.પા.ના કાઉન્‍સિલર શ્રીમતી જસ્‍સી કૌર, બરોડા મહા નગરપાલિકાના શિક્ષણસમિતિના પૂર્વ ચેરમેન શ્રી દિલીપસિંહ ગોહિલ, શ્રી અમરજીત સિંહ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
    પ્રદેશ ભાજપ દ્વારા પ્રેરિત ‘ઈ-વિદ્યા’ એપના માધ્‍યમથી ધોરણ 10 અને 12ના ગુજરાતી માધ્‍યમના વિદ્યાર્થીઓને ઘણો જ લાભ મળશે અને પરીક્ષાના સમયે આ એપ આશીર્વાદરૂપ સાબિત થશે એવી અપેક્ષા પણ વ્‍યક્‍ત થઈ રહી છે.
    આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, જ્‍યારે બોર્ડ અને યુનિવર્સિટીઓની પરીક્ષા નજીક હોય છે ત્‍યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ માનસિક દબાણ હેઠળ રહેતા હોય છે. આ પ્રકારના તણાને દૂર કરવા માટે આપણાં યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ અતંર્ગત સીધો સંવાદ કરે છે અને તેના દ્વારા દેશભરના વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત માર્ગદર્શન આપવામાં આવે છે.
    પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આજે અનાવરણ કરવામાં આવેલ ‘ઈ-વિદ્યા’ એપનો વધુમાં વધુ ઉપયોગ થવો જોઈએ અને તે દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે તેનો પ્રચાર પ્રસાર કરવા પણ અપીલ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ભાજપ દ્વારા પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસ નિમિત્તે આ એપ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્‍યે ઉપલબ્‍ધ કરાવી પંડિતજીને સાચી શ્રદ્ધાંજલિઆપવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દેશની ભાજપ સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની દરેક યોજના સમાજના છેલ્લા ક્રમે ઉભેલા છેલ્લા વ્‍યક્‍તિ સુધી પહોંચવી જોઈએ અને તેના બાળકો પણ ઉચ્‍ચ શિક્ષણથી વંચિત નહીં રહે તે જ પંડિતજીના અંત્‍યોદયનો સાર છે.
    પ્રદેશ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ઈ-વિદ્યા’ એપમાં ગુજરાતી માધ્‍યમના વિદ્યાર્થીઓ માટે વિડીયો લેક્‍ચર મુકવામાં આવશે અને તેના દ્વારા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે તેમની અનુકૂળતાએ ઘરબેઠા વિનામૂલ્‍યે સરળતાથી અભ્‍યાસ કરી શકશે. આ ‘ઈ-વિદ્યા’ એપ મોબાઈલના પ્‍લે સ્‍ટોર ઉપરથી ડાઉનલોડ કરવા અને વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા પણ તાકિદ કરાઈ હતી. શ્રી દીપેશભાઈ ટંડેલે સરળ અને અનુકૂળ એપ બનાવવા બદલ શ્રી અમરજીત સિંહને અભિનંદન પણ આપ્‍યા હતા.
    આ પ્રસંગે કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા બરોડા મહા નગરપાલિકાના શિક્ષણ સમિતિના પૂર્વ અધ્‍યક્ષ શ્રી દિલીપસિંહ ગોહિલે ઉપસ્‍થિત વિદ્યાર્થીઓને ‘ઈ-વિદ્યા’ એપના ફાયદાઓ અને દરેકને તેનો ઉપયોગ કરવાની પધ્‍ધતિ પણ સમજાવી હતી.

Related posts

સરૈયા ગામનો પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામે આંબાવાડીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

vartmanpravah

ગુજરાત રાજ્‍યનો મેગા પ્‍લેસમેન્‍ટ કેમ્‍પ ઝોન-4, નોડલ -4 વલસાડ ખાતે 18 માર્ચ 2024ના રોજ જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah

મનુષ્‍ય અથવા જીવને ભગવાન શિવ તરફ લઈ જવાનો સૌથી પવિત્ર માર્ગ છે શિવ મહાપુરાણની કથાઃ પ.પૂ.મેહુલભાઈ જાની (ખેરગામવાળા)

vartmanpravah

વાપી કરવડ-મોટાપોંઢા રોડ તા.24 જૂન સુધી બુલેટ ટ્રેન કામગીરીને લઈ રાત્રે બંધ રહેશે

vartmanpravah

દમણના દલવાડા એરપોર્ટ રોડ ઉપર બે વર્ષ પહેલાં નશાની હાલતમાં તેજ ગતિ અને લાપરવાહીથી વાહન ચલાવનાર ચાલકને 7 વર્ષની કેદની સજા: દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેએ આપેલો ચુકાદો

vartmanpravah

આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

Leave a Comment