(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.23
વલસાડના ધમડાચીથી પાઉડરની બોરીઓ ભરી ટ્રક નંબર ઞ્થ્-15-હ્હ્-1867 વાપી ખાતે જવા રવાના થઈ હતી. આ દરમ્યાન ટ્રકમાં અચાનક ખામી સર્જાતા ટ્રક ચાલકે પારડી હાઇવે સ્થિત વિશ્રામ હોટેલ સામે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક હાઇવે ગ્રીલ તોડી સર્વિસ રોડની બાજુમાં આવેલ દારા એસ પારડી વાળાની કંપાઉન્ડ દીવાલ જોડે ધડાકાભેર અથડાતા દીવાલ તૂટી ગઈ હતી.જોકે કોઈ ઈજા કે જાનહાની થવા પામી નથી.