October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

ખરડપાડાની ધ સુપ્રીમ ઈન્‍ડસ્‍ટ્રીઝ લી.માં ટોયલેટમાં લપસી પડતાં યુવાનનું થયેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: દાદરા નગર હવેલીના ખરડપાડા વિસ્‍તારમાં આવેલ એકકંપનીમાં મોત થતાં દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ખરડપાડા ગામે આવેલ ધ સુપ્રીમ ઇન્‍ડસ્‍ટ્રીઝ લીમીટેડમાં કામ કરતા દિપક (ઉ.વ.27) મૂળ રહેવાસી ઓરિસ્‍સા જે કુદરતી હાજતે ટોયલેટમાં ગયા હતો તે સમયે અચાનક કોઈક કારણસર લપસી પડયા હતા. કંપનીમાં કામ કરતા અન્‍ય કર્મચારીની ખબર પડતા કંપની સંચાલકને જાણ કરી હતી, તેઓએ યુવકને જોતાં તેનું ઘટના સ્‍થળ ઉપર મોત થયાનું માલૂમ પડયું હતું. ત્‍યારબાદ આ ઘટના અંગે પોલીસને જાણ કરતા ક્રાઇમ બ્રાન્‍ચના પી.આઈ. શ્રી હરેશસિંહ રાઠોડ, પી.એસ.આઇ. શ્રી સુરજ રાઉત અને એમની ટીમ પહોંચી હતી અને લાશનો કબ્‍જો લઈ પી.એમ. માટે સિવિલ હોસ્‍પિટલમાં મોકલી આપવામાં આવી હતી. આ યુવાનનું કયા કારણસર મોત થયું છે એ પોસ્‍ટ મોર્ટમ(પી.એમ.) રિપોર્ટ આવ્‍યા બાદ જ ખબર પડશે. આ ઘટના અંગે અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન : અસંભવથી સંભવ, નમો મેડિકલ કોલેજનો આરંભ અને માંડ દોઢ વર્ષમાં 331 પોસ્‍ટો માટે નાણાં મંત્રાલયની મંજૂરી

vartmanpravah

સેલવાસની હોરીઝોન હાઈટ્‍સ સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાનો રહિશોએ કરેલો વિરોધ

vartmanpravah

દૂધની પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના ‘‘વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર”નું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું નિરીક્ષણ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આંતરરાષ્‍ટ્રીય ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

દમણના રાજસ્‍થાની સમાજ દ્વારા શ્રી બાબા રામદેવજીની ધ્‍વજયાત્રા નિકળી

vartmanpravah

Leave a Comment