Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

દમણ શહેર ભાજપ પ્રમુખ હિરેન જોષીએ કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રીને ટુવ્‍હીલર ચલાવવા માટેના લાયસન્‍સની વયમર્યાદા 18 થી ઘટાડી 16 વર્ષ કરવા કરેલી રજૂઆત

મોટાભાગના વાલીઓની આર્થિક સ્‍થિતિ યોગ્‍ય નહીં હોવાથી પોતાના બાળકોના અભ્‍યાસ માટે શાળા તથા ટયુશન સુધી લાવવા-લઈ જવા ખાનગી વાહનનો ઉપયોગ કરવો શક્‍ય નથી તેથી ગિયરવાળા ટુવ્‍હીલરનો ઉપયોગ કરાતા પોલીસ દ્વારા વસૂલાતા ભારે દંડ અને તેમનાથી બચવા બાળકો દ્વારા કરાતી દોડાદોડના કારણે અકસ્‍માતોની પણ વધેલી સંખ્‍યા

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દમણ શહેર ભાજપ પ્રમુખ શ્રી હિરેન જોષીએ કેન્‍દ્રીય સડક-પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીને ડ્રાઈવિંગ લાયસન્‍સ પ્રાપ્ત કરવાની વયમર્યાદા 18 વર્ષથી ઘટાડી 16 વર્ષ કરવા માટે તર્કસંગત રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ શહેર ભાજપ પ્રમુખ શ્રી હિરેન જોષીએ પોતાના પત્રમાં જણાવ્‍યું છે કે, આજે ભાગદોડવાળી જીંદગીમાં બાળકો ગિયરવાળા દ્વીચક્રી વાહનોનો ઉપયોગ શાળામાં આવવા અને જવા માટે કરે છે. જેના કારણે તેમના વાલીઓને પણ ચિંતા ઓછી રહે છે. કારણ કે, મોટાભાગના વાલીઓ નોકરી-ધંધા માટે વ્‍યસ્‍ત રહેતા હોય છે અને તેમને રીક્ષા કે બીજા વાહનોનો ખર્ચ પરવડી શકતો નથી. જેના કારણે પોતાના બાળકના સુંદર ભવિષ્‍ય માટે દ્વીચક્રી વાહન આપવા સિવાય બીજો કોઈ વિકલ્‍પ રહેતો નથી.
દ્વીચક્રી વાહન ચલાવતા બાળકોને પકડવા માટે પોલીસ દ્વારા કરાતા અભિયાનના કારણે તેમની પાસે લાયસન્‍સ નહીં હોવાથી પોલીસને જોઈ ભાગદોડ કરાતા અકસ્‍માત થવાના પણ અનેક બનાવો બનતા રહે છે. બીજી બાજુ દુનિયાના અનેક દેશો અને એશિયા મહાદ્વીપ તથા મિડલઈસ્‍ટના ઘણાં દેશો જેવા કે જાપાન, મલેશિયા, ઈન્‍ડોનેશિયા, ફીલીપાઈન્‍સ, નેપાલ, સંયુક્‍ત અરબ અમિરાત, સાઉદી અરબ, ઈરાક તથા ઈઝરાયલ જેવા દેશોમાં પણ ટુવ્‍હીકલમાટેની વયમર્યાદા 18 વર્ષથી ઓછી છે. તેથી આપણાં દેશમાં 16 વર્ષની વયમર્યાદા કરવા શ્રી હિરેન જોષીએ કેન્‍દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે.

Related posts

દીવ જિલ્લાના ધો.12ના ટોપર મેહુલ મજેઠીયાનું કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે સર્ટીફિકેટ આપી કરાયેલું સન્‍માન

vartmanpravah

દમણ પોલીસે ગુમ થયેલા સગીર છોકરાને થોડા કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતાને સોંપી દીધો

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેજ ગામના છતરીયા ફળિયામાં પિતૃઓના મોક્ષાર્થે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં મટકી ફોડી રાસ ગરબા સાથે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી

vartmanpravah

વલસાડમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં હાથ પકડી: યુવતીના ભાઈ-માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી

vartmanpravah

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah

બગવાડા ટોલનાકા પર પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો ભરેલીલક્‍ઝરી બસનો પાટો તૂટયો : આબાદ બચાવ

vartmanpravah

Leave a Comment