Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન, કોસ્‍ટગાર્ડ અને સ્‍થાનિક યુવાનોના સંયુક્‍ત પ્રયાસથી બારિયાવાડના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવાયા

  • દમણવાડા ગ્રા.પં.ના બારિયાવાડ ખાતેના દરિયા કિનારે પાણીની ભરતીમાં બે યુવાનોને તણાતા જોતાં સ્‍થાનિક યુવાનોએ તાત્‍કાલિક કિનારે રહેલી બોટને પાણીમાં ઉતારી એક યુવાનને બચાવવા મેળવેલી સફળતાઃ બીજા યુવાનને કોસ્‍ટગાર્ડના હેલિકોપ્‍ટરે રેસ્‍ક્‍યુ કરી બચાવી લીધો

  • બારિયાવાડ ખાતેના દરિયા કિનારે સતત બની રહેલી ડૂબવાની ઘટનાઃ તંત્રએ સાવચેતીના પગલાં ભરવા આવશ્‍યક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16
આજે સ્‍થાનિક યુવાનો, સંઘપ્રદેશ પ્રશાસન અને કોસ્‍ટગાર્ડના સંયુક્‍ત પ્રયાસથી મોટી દમણના બારિયાવાડ ખાતેના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવવામાં સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સાંજે લગભગ 4:30 થી 5:00 વાગ્‍યાના સુમારે દમણવાડા ગ્રામ પંચાયતના બારિયાવાડ ખાતે આવેલા સમુદ્રકિનારે વાપી-રાતા ખાતે રહેતા લગભગ 17 થી 18 વર્ષની ઉંમરના બે યુવાનો ન્‍હાવા પડયા હતા. તેવામાં આવેલી મોટી ભરતીમાં બે યુવાનો તણાઈ રહ્યા હોવાનું સ્‍થાનિક યુવાનોએ જોયું હતું. તેઓએ તાત્‍કાલિક કિનારે રહેલી પોતાની બોટને પાણીમાં ઉતારી જીવના જોખમે એક યુવાનને હેમખેમ બચાવી લીધો હતો. જ્‍યારે બીજો યુવાન તેમની પકડથી બહાર રહ્યો હતો પરંતુ પ્રશાસને વાપરેલી સતર્કતાથી કોસ્‍ટગાર્ડનું હેલિકોપ્‍ટર પણ રેસ્‍ક્‍યુ માટે આવી ગયું હતું. જેના પરિણામે બીજા યુવાનને પણ હેમખેમ બચાવી લેવાયો હતો.
આ ઘટનાની ખબર મળતાં જ તાત્‍કાલિક દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા અને મામલતદાર શ્રી સાગર ઠક્કર ઘટના સ્‍થળે ધસી ગયા હતા. પોલીસ ટીમ પણ તૈનાત હતી.
અત્રે નોંધનીય છે કે, બારિયાવાડ ખાતે આવેલ આ જગ્‍યામાં વારંવાર અકસ્‍માતોની ઘટના બની રહી છે. નજીકના ભૂતકાળમાં પણ 4 જેટલી બાળાઓ આ જગ્‍યાએ જ ડૂબી ગઈ હતી. તેથી પ્રશાસન આ સ્‍થળે ચેતવણીના બોર્ડ તથા અકસ્‍માતના કારણનું નિરાકરણ લાવે એવી માંગ પ્રબળ બની છે.

Related posts

પારનેરા ડુંગર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા મંદિરમાં તસ્‍કરો ઘરેણા અને દાનપેટી ચોરી ગયા

vartmanpravah

દીવ પોલીસ વિભાગ દ્વારા રાષ્‍ટ્રીય એકતા નિમિત્તે પરેડનું થયું આયોજન

vartmanpravah

વલસાડ હાઈવે કબીરપથ મંદિર પાસે સોનવાડામાં અચાનક કાર સળગી ઉઠી : એક ભુંજાઈ ગયો

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા પાસેથી રૂા.16.92 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટ્રક ઝડપાઈ

vartmanpravah

અંડર-19 રાજ્‍યકક્ષા કુસ્‍તી સ્‍પર્ધામાં સારસ્‍વત સ્‍કૂલ વિજેતા

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા 103 સ્‍કાઉટ ગાઈડ વૈષ્‍ણોદેવી કેમ્‍પની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ

vartmanpravah

Leave a Comment