October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર વિલ્‍સન હિલ નજીક ડીકમ્‍પોઝ હાલતમાં મળેલી યુવતીની લાશ પ્રકરણમાં હત્‍યાનો ગુનો નોંધાયો

ગત તા.17 ફેબ્રુઆરીએ પંગરબારી જવાના માર્ગ ઉપર 25-30 વર્ષના જીન્‍સ અને લાલ ટોપ પહેરેલી યુવતીની લાશ મળી હતી

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23
ધરમપુર ટુરિસ્‍ટ સ્‍પોર્ટ્‍સ વિલ્‍સન હિલ નજીક પંગારબારી જવાના માર્ગ નજીક જંગલના વિરાન જગ્‍યામાં આશરે 25 થી 30 વર્ષની ઉંમર ધરાવતી જીન્‍સ અને ટોપ તથા સેન્‍ડલ પહેરેલી યુવતીની ગત તા.10 ફેબ્રુઆરીના રોજ ડીકમ્‍પોઝ થયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
ઘટનાના છ દિવસ વિતી ગયા પણ હજુ સુધી રહસ્‍યમય મળેલી યુવતીની લાશનો ભેદ ખુલ્‍યો નથી. જેમાં બન્‍યું એવું હતું કે, ધરમપુરના પ્રભાકર યાદવે યુવતીની લાશ જોઈ હતી. તેમણે ધરમપુર પી.એસ.આઈ. આર.કે. પ્રજાપતિને જાણ કરી હતી. પોલીસે લાશનો કબજો લઈ સુરત સિવિલ હોસ્‍પિટલમાં પી.એમ. માટે મોકલી અપાઈ હતી. પેનલ ડોક્‍ટરના રિપોર્ટ મળેલ કે યુવતિનું ગળુ દબાણી હત્‍યા થઈ છે તેથી ધરમપુર પોલીસે હત્‍યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે મૃતક મહિલાની હજુ સુધી ઓળખ થઈ નથી જે પોલીસ માટે પણ પડકારરૂપ છે. શ્‍યામ વર્ણીય મૃતક યુવતિએ લાલ રંગનું ડિઝાઈન યુક્‍ત ટોપ અને ગ્રે કલરનું પેન્‍ટ તેમજ બ્‍લુ સેન્‍ડલ પહેરેલા હતા. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. વિલ્‍સનહિલ ટુરિસ્‍ટ સ્‍પોર્ટ્‍સ હોવાથી અનેક સહેલાણીઓ ફરવા આવે છે તે સમયે ઘટનાને અંજામ અપાયેલો છે.

Related posts

સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં શરૂ કરાયેલ સ્‍વચ્‍છતા અભિયાન હવે આંદોલનમાં ફેરવાઈ

vartmanpravah

દાનહમાં લેબર વિભાગ દ્વારા કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

વર્તમાન પ્રવાહના અહેવાલ બાદ: ચાસા-મજીગામ માઈનોર કેનાલમાં અધિકારીઓ દ્વારા કામની ગુણવત્તામાં સુધારો કરાવી પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચાડાતા ખેડૂતોએ અનુભવેલો હાશકારો

vartmanpravah

ચીખલી સહિત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના ત્રિપલ-સી પ્રમાણપત્રના પ્રકરણમાં ભવિષ્‍યની અસર સાથે એક ઇજાફો અટકાવવાનો હુકમ કરવામાં આવતા શિક્ષકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષામાં પરિણામ નબળુ આવતાં દાનહની બે ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ તણાવમાં આવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ગોયમા ખાતે નજીવી બાબતે મારામારી: ગુટખાની પિચકારી કોણે મારી હોવાનું પૂછતા ચાર જેટલા ઈસમોએ ભેગા મળી ગામના જ વ્‍યક્‍તિને ઢીબી નાખ્‍યો

vartmanpravah

Leave a Comment