October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દપાડાના એક મહિના પહેલા ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીથી મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના દપાડા ગામમા રહેતો યુવાન થોડા દિવસ અગાઉ કોઈક કારણસર ગુમ થયો હતો. જે સંદર્ભે એમના પરિવારના સભ્‍યોએ એમના પુત્રનુ અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી સાથે એસપીને પણ આ સંદર્ભે લેખિત રજૂઆત કરી હતી. છતાં પણ યુવાનનો પતો ના લાગ્‍યો હતો. ગુરુવારના રોજ સાંજે આ યુવાનની લાશ ખડોલી ગામેથી મળતા ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દપાડા ગામે રહેતા દિલીપ જાનીયા ધોડિયા જે એક મહિના પૂર્વે ગુમ થયો હતો. ગુમ થનાર યુવક એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જેના અંગે પરિવારના સભ્‍યોએ રખોલી પોલીસ સ્‍ટેશનમા ગુમસુદાની ફરિયાદ નોંધાવી હતી. એક અઠવાડિયા સુધી કોઈપણ પતો ના લાગતા પરિવારના સભ્‍યોએ એસપીને મળી એમના પુત્રનું અપહરણ થયું હોવાની લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. ગુમ થયાના એક મહિના બાદ ખડોલી ખાતેથી દિલીપની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ખાનવેલ પોલીસ અને સેલવાસ પોલીસની ટીમ પહોંચી હતી અને લાશનો કબજો લઈને પી.એમ માટે મોકલી આપી હતી. યુવાનની હત્‍યા થઈ છે કે કુદરતી રીતે મૃત્‍યુ થયું છે તથા એક મહિનાથીયુવાન કયાં હતો? વગેરે ચર્ચાઓ પંથકમાં થઈ રહી છે. યુવાનનું મૃત્‍યુ કેવી રીતે થયું છે એ એ પી.એમ રિપોર્ટ આવે પછી જ બહાર આવશે. આ મામલે દાનહ પોલીસ બધી જ શકયતાને ધ્‍યાનમાં લઈને તપાસ કરી રહી છે.

Related posts

વલસાડ સાંસદ ધવલભાઈ પટેલે વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત લીધીઃ સ્વલેખિત પુસ્તક ‘મોદી વીથ ટ્રાયબલ’ ભેટ આપ્યું

vartmanpravah

દાનહ ટ્રાફિકપોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંગે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુર એસ.ટી. ડેપોનો ટ્રાફિક ઈન્‍સ્‍પેક્‍ટર કન્‍ડક્‍ટરની રજા મંજૂર કરવા પેટે રૂા.200ની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

વલસાડ કોલેજમાં મહિલા પ્રાધ્‍યાપકની શારીરિક છેડતી કરનાર આચાર્ય સામે કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગનો આદેશ

vartmanpravah

વાપી બંગાળી સમાજ દ્વારા વીઆઈએ ગ્રાઉન્‍ડમાં અતિ ભવ્‍ય દુર્ગાપૂજાનું આયોજન

vartmanpravah

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિકશાળામાં વન ઔષધી વનસ્‍પતિનું પ્રદર્શન જિલ્લા શિક્ષણાધિકારીના હસ્‍તે ખુલ્લું મુકાયું

vartmanpravah

Leave a Comment