Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ

જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા અગ્રેએ અધિકારીની ટીમ સાથે સંજાણની મુલાકાત કરી વિકાસ માટે હાથ ધરેલી સર્વેની કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.24: ઉમરગામ તાલુકાનું સંજાણ પારસીઓ માટેનુ પ્રથમ આશ્રય સ્‍થાન છે. પારસીઓ માટે ગણાતું પવિત્ર અને ઐતિહાસિક સ્‍થળ સંજાણને વિકસિત કરવા રાજ્‍ય સરકાર આયોજન કરી રહી છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રે અને અધિકારીઓની ટીમ સંજાણની મુલાકાત કરી પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો. પારસીઓનો ઈતિહાસની ઝાંખી સંજાણ સ્‍તંભ ઉપરની તકતીમાં જોવા મળે છે. દર વર્ષે સંજાણ-ડે ની પણ ઉજવણી પારસીઓ દ્વારા કરવામાં આવે છે.
સંજાણને ઐતિહાસિક સ્‍થળ તરીકે વિકસિત કરવા માટે પ્રથમ ટ્રાફિક સમસ્‍યા અને ગંદકીનું ફેલાયેલું સામ્રાજ્‍યને દૂર કરવાની જરૂર છે. આજરોજ કલેકટરશ્રીએ લીધેલી મુલાકાતમાં રોડ ઉપરનુઅતિક્રમણ અને સંજાણના જાહેર માર્ગો અને આજુબાજુ ફેલાયેલી ગંદકીની નોંધ લેવામાં આવી હશે એવું જણાઈ રહ્યું છે.

Related posts

ગ્રીસ-હંગેરીમાં યોજાયેલ ઈન્‍ટરનેશનલ ફોલ્‍ક ડાન્‍સ ફેસ્‍ટીવલમાં વાપીના મહેક ગજેરા ગૃપે ડંકોવગાડયો

vartmanpravah

વાપી રોફેલબીબીએ-બીસીએ કોલેજના પોફેસર નમ્રતા ખીલોચિયાને પીએચડી પદવી એનાયત

vartmanpravah

વાપી હની ટ્રેપ પ્રકરણમાં લલીત સોનીની ધરપકડ : મહિલા સાથે મળીને અંગત પળોનો વિડીયો બનાવી 5 લાખની માંગણી કરી હતી

vartmanpravah

અયોધ્‍યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠાને લઈ વાપી સહિત વલસાડ જિલ્લામાં દિવાળીનો માહોલ

vartmanpravah

તહેવારોમાં વેચાતા દેવી-દેવતાઓના ફોટાવાળા સામાન પર પ્રતિબંધ મૂકવા પારડી વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મામલતદાર અને પારડી નગપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયુ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment