October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

  • શનિવારે વહેલી સવારે જમ્‍પોર ઘાટથી લઈ રવિવારે રાત્રિ સુધી બામણપૂજા ચેકપોસ્‍ટ સહિત વિવિધ વિકાસલક્ષી અને નિર્માણાધિન પ્રોજેક્‍ટોની લીધેલી મુલાકાત
  • દમણમાં પ્રશાસકશ્રીના વિકાસ કામોના નિરીક્ષણ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓ એ.સી. બસમાં બિરાજમાન થતાં લોકોને ટ્રાફિક જામથી મળેલી રાહત

  • અધિકારીઓએ પોતાની વ્‍યક્‍તિગત ગાડીનો ઉપયોગ નહીં કરતાં બળતણની પણ થયેલી બચતઃ અનુશાસન અને સહકારિતાનો પણ મળેલો પરિચય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.15 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે અને શનિવારે સવારે 7:00 વાગ્‍યાથી શરૂ કરેલી વિકાસકામોના નિરીક્ષણની કવાયત રાત્રિના 8:00 વાગ્‍યા સુધી ચાલી હતી. તમામ ઉચ્‍ચ અધિકારીઓ બંને દિવસ એ.સી. બસમાં બિરાજમાન થઈને પ્રશાસકશ્રીના અભિયાનમાં જોડાયા હતા. જેના કારણે લોકોને અધિકારીઓની ગાડીથી થતા ટ્રાફિકજામમાં પણ છૂટકારો મળ્‍યો હતો અને સરકારના બળતણની પણ બચત થઈ હતી અને સમગ્ર પ્રશાસન પણ અનુશાસનમાં લાગતુ હતું.
પ્રશાસકશ્રીએ આજે સવારે 7:00 વાગ્‍યાથી નાની દમણ વિસ્‍તારમાં ગ્રામ પંચાયત વિસ્‍તારોમાં ચાલી રહેલા નિર્માણ અને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં સવારે પોલીસ હેડ ક્‍વાર્ટરથી ભીમપોર ચારરસ્‍તા રોડ, દલવાડા સ્‍કૂલ, ભીમપોર ચારરસ્‍તાથી શીતલ ચોકડી, ભીમપોર આશ્રમ શાળા, પાતલિયા તળાવ, પાતલિયા પુલ, ટ્રાન્‍સપોર્ટ નગર, દુણેઠા તળાવ, ભેંસલોર સ્‍કૂલ, સરકારી કોલેજ નાની દમણ પાસે નિફટ પરિસર, વરકુંડ પંચાયત ઘર, વરકુંડ સ્‍કૂલ, રીંગણવાડા પંચાયત ઘરનું નિરીક્ષણ કર્યું હતું. જ્‍યારે સાંજે 5:00 વાગ્‍યાથી શરૂ કરેલી બીજી ઈનિંગમાં ખારીવાડ પ્રેસિડેન્‍સી હોટલ રોડની પાસે એસટીપી સાઈટ, સરકારી એન્‍જિનિયરીંગ કોલેજ, ડીગ્રી એન્‍જિનિયરીંગ કોલેજની પાસે સંપાદિત ઓલ ઈન્‍ડિયા રેડિયોની સાઈટ, દાભેલસ્‍કૂલ, દાભેલ સ્‍ટેડિયમ, સડક અને સૌંદર્યીકરણ સહિત ઘેલવાડ પંચાયત ઘર વગેરેનું ખુબ જ ઝીણવટથી નિરીક્ષણ કર્યું હતું.
દરમિયાન શનિવારે સવારે 7:00 વાગ્‍યાથી બપોર સુધી મોટી દમણના જમ્‍પોર ઘાટ, વારલીવાડ સ્‍કૂલ, પરિયારી રોડ, મગરવાડા વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, ડી.એમ.સી. રોડ, નાની દમણ મ્‍યુનિસિપાલિટીના વેક્‍યુમ બેઝ ગટર, પ્રસ્‍તાવિત નાઈટ માર્કેટ, જૈન સ્‍ટ્રીટ રોડ, બોટ પાર્કિંગ, નાની દમણ કિલ્લાનું બ્‍યુટિફિકેશન, ગો-કાર્ટિંગ સાઇટ, સી-લિંક બ્રિજ, સરકિટ હાઉસ પાસે ટોયલેટ બ્‍લોક, ન્‍યુ કન્‍વેન્‍શન હોલ, મરવડ હોસ્‍પિટલ જેવા વિવિધ વિકાસલક્ષી અને નિર્માણાધિન કાર્યોની મુલાકાત લઈ અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને યોગ્‍ય દિશા-નિર્દેશ આપ્‍યા હતા.
પ્રશાસકશ્રીના નિરીક્ષણ કાર્યો સાથે સલાહકાર શ્રી ડી.એ.સત્‍યા, નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત, દમણના કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા, જાહેર બાંધકામના સચિવ શ્રી અસકર અલી સહિત આઈ.એ.એસ. અને દાનિક્‍સ અધિકારીઓ જોડાયા હતા.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ અમદાવાદથી લીલી ઝંડી બતાવી પારડીના ન્‍યુ પારડી નામના ગુડ્‍સ રેલવે સ્‍ટેશનનું કર્યું લોકાર્પણ

vartmanpravah

લ્‍યો કરો વાત..! વાહ એનસીએલટી..! રૂા.250 કરોડની મિલકતનું મૂલ્‍ય માત્ર રૂા.20-22 કરોડ જ આંક્‍યુ..!

vartmanpravah

શહાદાના ઈસમે સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

ચાઈનીસ દોરી વિરૂધ્‍ધ વલસાડ પોલીસે કાર્યવાહી કરી : 59 ફીરકી સાથે ડુંગરીના વેપારીની અટક

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર અને ડૉ. એપીજે અબ્‍દુલ કલામ કોલેજ દ્વારા જિલ્લા સ્‍તરીય યુવા ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી): કાચુ મકાનમાં વસવાટ દરમિયાન અનેક સમસ્‍યાઓનો સામનો કરવો પડતો હતો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મારૂ પાકા મકાનનું સ્‍વપ્‍ન પૂર્ણ થયું. દિવ્‍યાંગ હેતલકુમાર પટેલ

vartmanpravah

Leave a Comment