October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

વાપીની લીફ ધ વેગ્રો સ્‍કૂલમાં આયોજીત વેશભૂષા સ્‍પર્ધામાં દમણની બે બાળકીઓએ કરેલા માઁ પાર્વતી અને મહાકાળીના વેશ પરિધાને લોકોનું આકર્ષિત કરેલું ધ્‍યાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: વાપીની લીફ ધ વે ગ્રો સ્‍કૂલમાં આજે બાળકો માટે વેશભૂષા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણની બે ઢીંગલીઓએ માઁ પાર્વતી અને માઁ કાલીની વેશભૂષામાં સજ્જ બની તમામ ઉપસ્‍થિતોનું ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું હતું. વાપીની લીફ ધ વે ગ્રો સ્‍કૂલમાં યોજાયેલ વેશભૂષા સ્‍પર્ધામાં માઁ પાર્વતીની વેશભૂષામાં અસ્‍સલ ભૂમિકા દમણની બાળકી સ્‍મીરા જીજ્ઞેશ પટેલે ભજવી હતી. સ્‍પર્ધામાં વેશભૂષાની સાજ-સજ્‍જા બાળકીની માતા શ્રીમતી હિતાક્ષીબેન જીજ્ઞેશ પટેલે આકર્ષક રીતે કરી હતી.
દમણની બીજી બાળકી થિયા નવિન પટેલે મહાકાળીની વેશભૂષામાં રૌદ્ર સ્‍વરૂપનો વાસ્‍તવિક અભિનય કરતા ઉપસ્‍થિત સભાખંડ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠયો હતો. વેશભૂષાની સાજ-સજ્‍જા કુ. થિયા પટેલની માતા શ્રીમતી પિન્‍કીબેન નવિન પટેલે કરી હતી.

Related posts

પાલિકાના ઈતિહાસમાં પહેલી વખત આજે દમણ ન.પા.ના પ્રમુખ તરીકે પારસી સમુદાયના અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે આદિવાસી સમાજના રશ્‍મિ હળપતિ બિરાજમાન થશે

vartmanpravah

તા.૧૬મીએ વલસાડ જિલ્લા વાનપ્રસ્‍થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા યોજાશે

vartmanpravah

સુરત-નાશિક-અહમદનગર ભારતમાલા પ્રોજેક્‍ટના વિરોધમાં અસરગ્રસ્‍ત આદિવાસી સમાજના ખેડૂતોએ મામલતદારને વાંધા અરજી આપી

vartmanpravah

સાંબેલાધાર વરસાદથી સેલવાસ જળબંબાકાર

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વાપી અને ધરમપુર તાલુકામાં સરપંચો અને તલાટીઓની તાલીમ યોજાઈ

vartmanpravah

એક તરફી પ્રેમ પ્રકરણમાં: દહાડમાં સરેઆમ રોડ ઉપર યુવતિની હત્‍યાથી ચકચાર

vartmanpravah

Leave a Comment