July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નરોલી ગ્રા.પં. વિસ્‍તારમાં ગંદકી ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીની નરોલી ગામની મુલાકાત દરમિયાન નજરે પડેલી ગંદકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીશ્રી દ્વારા નરોલી ગામની મુલાકાત દરમ્‍યાન જાહેર જગ્‍યા ઉપર ગંદો કચરો અને ગંદુ પાણી ફેલાયેલ હોવાનું નજરમાં આવ્‍યું હતું. જેના કારણે તેઓએ નરોલી ગ્રામપંચાયતને કડક સૂચન સાથે આદેશ કર્યો હતો કે, કોઈએ પણ ગંદું પાણી ગટરમાં છોડવું નહીં અને પોતપોતાની સેફટી ટેન્‍ક તથા ખાળકૂવા પોતે બનાવી લેવા.
જો કોઈ દુકાનદારો, કંપનીના સંચાલકો અને રૂમ માલિકો એમના કેમ્‍પસની અંદર બહાર કોઈપણ પ્રકારે ખરાબ પ્‍લાસ્‍ટિકનો સંગ્રહ કરેલ હોવાનું માલૂમ પડકે કે દેખાશે તો તેમને તાત્‍કાલિક દંડ ફટકારવામાં આવશે અને તેઓનું તાત્‍કાલિક વીજ જોડાણ પણ કાપી નાંખવા માટે આદેશ કરવામાં આવશે અને નીતિ-નિયમ અંતર્ગત કડક કાર્યવાહી સ્‍વરૂપે લાયસન્‍સ પણ રદ્‌ કરવામાં આવશે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયતમાં આવેલ તમામ દુકાનદારો હોટલ માલિક કંપનીના સંચાલકો અને રૂમ માલિકોને સૂચના આપવામાં આવે છે કે દુકાનદારો લારી-ગલ્લા સ્‍ટોર વગેરે ખરાબ-ખોટી અને નકામી વસ્‍તુઓ જેવી કે પ્‍લાસ્‍ટિક થેલી, તંબાકુ-ગુટખા રાખવા નહિ. કોઈપણ દુકાનદારો કે લારી ગલ્લાઓ પણ ખરાબ-નકામી વસ્‍તુઓ મળશે તો તેઓને ચલણ આપી દંડ ફટકારવામાં આવશે. નોટિસ મળ્‍યા બાદ કચરો કે ગંદકી જોવા મળશે તો વધુ દંડ કરવામાં આવશે.
સ્‍વચ્‍છતા જાળવવા માટે નરોલી ગ્રામ પંચાયતની હદ વિસ્‍તારમાં ફરતા સફાઈના ટેમ્‍પો કોઈક સ્‍થળે નહીં આવતો હોય તો તે માટે સફાઈ અભિયાન સુપરવાઈઝરનો સંપર્ક કરવાપણ જણાવાયું છે.
અત્રે યાદ રહે કે, દરેક દુકાનદાર, સ્‍ટોર સંચાલકો, લારી-ગલ્લા ચલાવનાર, ચિકન-મટન વેચનાર, હોટલ વગેરે તમામે કાગળ તેમજ કાપડની જ થેલીઓનો ઉપયોગ કરવાનો રહેશે.

Related posts

પિપરિયા પર હુમલો – 31 જુલાઈ સવારના સાત વાગ્‍યે હુમલો શરૂ થયો હતો ત્‍યારથી અત્‍યાર સુધી કોઈના પેટમાં અન્નનો એક દાણો પણ ગયો ન હતો

vartmanpravah

પારડીમાં રૂા. 175.16 લાખના ખર્ચે નિર્માણ થયેલી લાઈબ્રેરી તથા આંગણવાડીનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

દમણ અને દીવમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ આવેલી સમૃદ્ધિ અને થયેલી પ્રગતિઃ કેતનભાઈ પટેલ

vartmanpravah

વાપીમાં વધુ એક વિદ્યાર્થીનું ડેન્‍ગ્‍યુથી મોત

vartmanpravah

તા.૯મી ડિસેમ્‍બરે વલસાડ તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ યોજાશે

vartmanpravah

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

vartmanpravah

Leave a Comment