September 14, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જાયન્‍ટ્‍સ ગૃપ ઓફ વલસાડ દ્વારા કપરાડાના વાવર અને હુંડા ગામમાં ગૌદાન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, 27: વલસાડ જિલ્લાનાકપરાડા તાલુકાના વાવર તથા હુંડા ગામો ખાતે જાયન્‍ટ્‍સ ગૃપ ઓફ વલસાડ દ્વારા ગૌદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જરૂરિયાતમંદ લોકોને ખેતીમાં મદદરૂપ થાય એવા આશયથી 22 જેટલા ગૌવંશનું દાન કરવામાં હતું. આ કાર્યક્રમમાં શાંતિ મંદિર મગોદના સ્‍વામી નિત્‍યાનંદ, કોમલાનંદજી, શ્રી આનંદ વલ્લભ ભટ્ટ અને શ્રીલાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્‍ટી અનીશભાઈ શેઠીયાના સહકારથી ગૌદાન કાર્યક્રમનું જાયન્‍ટ્‍સ પ્રમુખ ડૉ.આશા ગોહિલ દ્વારા આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં જાયન્‍ટ્‍સ ગૃપના હંસા પટેલ, શિલ્‍પા દોડીયા, મહેશભાઈ ગાંવિત, વાવર ગામના સરપંચ માહદુભાઈ સરનાયક, હુંડા ગામના સરપંચ રંજનબેન હીલીમ ગમના આગેવાનો કાળુભા સહિત અન્‍ય વડીલોના સહકારથી પર્વતીય પ્રદેશમાં ખેતી માટે ગૌવંશ પૂરા પાડવામાં આવ્‍યા હતા.

Related posts

ચીખલીના મલવાડા-મજીગામ નેશનલ હાઇવે સ્‍થિત અંડર પાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્‍યવહાર શરૂ : સાત માસ જેટલો સમય વિતવા છતાં સર્વિસ રોડના ઠેકાણા નહી : વાહનચાલકોના માથે જોખમ યથાવત

vartmanpravah

વલસાડમાં અટાર ખાતે સ્‍પેસ એપ્‍લિકેશન સેન્‍ટર અમદાવાદ દ્વારા સ્‍પેસ એક્‍ઝિબિશનનો પ્રારંભ

vartmanpravah

સેલવાસમાં ભાગવત કથાનો શુભારંભ

vartmanpravah

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઓગસ્‍ટ માસ માટે વરકુંડ વિભાગના જિ.પં. સભ્‍ય અને સરપંચને ભથ્‍થાંની ચૂકવણી કરાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મીટનાએ પ્રશાસનનો માનેલો આભાર

vartmanpravah

Leave a Comment