Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડીથી ગેરકાયદેસર દારૂ-બિયર ભરેલ ટેમ્‍પા સહિતનો રૂા.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: દાદરા નગર હવેલી આબકારી વિભાગના ઉપ આયુક્‍ત અને સહાયક આયુક્‍તના માર્ગદર્શનમાં ગત તા.25મીના રાત્રિના 2:45 વાગ્‍યે ખેરડી ગામ નજીકથી એક આઈશર ટેમ્‍પો નંબર ડી.એન.09 એફ-9629નો પીછો કરી રોકવામાં આવ્‍યો હતો. જેજી તપાસ કરતા ગેરકાયદેસર કોઈપણ જાતના પાસ પરમીટ વગરનો દારૂ અને બિયરનો જથ્‍થો મળી આવ્‍યો હતો. ટેમ્‍પાની વધુ તપાસ કરતા તેમાંથી 13524 બોટલ અંદાજીત 17,93,400 રૂપિયાનો દારૂ-બિયરનો જથ્‍થો મળી આવ્‍યો હતો જેને આઈશર ટેમ્‍પો જેની કિંમત ત્રણ લાખ મળી કુલ 20,93,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી જગદીશભાઈ વિરુદ્ધ આબકારી ડ્‍યુટી અધિનિયમ 1964 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Related posts

દાનહમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

vartmanpravah

દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં દપાડા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

સરીગામને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા સરપંચએ હાથ ધરેલી કવાયત સાથે પ્રદૂષણ મુક્‍ત કરવા સરીગામ વાસીઓમાં ઉઠેલી માંગ

vartmanpravah

રસ્‍તે ચાલીને જતા લોકો પાસેથી મોબાઈલ ઝૂંટવતા આરોપીઓની દમણ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

વાપી પશ્ચિમમાં પુલ ધ્‍વંશ કરવાની કામગીરીમાં રસ્‍તા ઉપર અનેક લટકતા જોખમી વાયરો દુર્ઘટનાને આમંત્રી રહ્યા છે

vartmanpravah

ધરમપુરમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા દુકાનોમાં આકસ્‍મિક ચેકિંગ, 26 દદકાનદારો સામે દંડનીય કાર્યવાહી

vartmanpravah

Leave a Comment