August 9, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોળસુંબા પંચાયતે પરવાનગી વગર નિર્માણ થઈ રહેલા બાંધકામ સામે કરેલી લાલ આંખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.27: ઉમરગામ તાલુકાની સોળસુંબા પંચાયતની રેવન્‍યુ સર્વે નંબર 532 વાળી જમીનમાં પંચાયતની પરવાનગી વગર બાંધકામ શરૂ કરી દેતા બાંધકામ કરનાર શ્રી દામજીભાઈ પ્રેમજીભાઈ કચ્‍છી, શ્રી જયસુખભાઈ પરસોત્તમભાઈ રામાણી, શ્રી પુરુષોત્તમભાઈ ચંદુલાલ ભાનુશાલી, શ્રી જયંતીભાઈ હરજીભાઈ બરવાળીયા, શ્રી દિનેશભાઈ કાળુભાઈ કોપરાને નોટિસ ફટકારી બાંધકામ બંધ કરવા જણાવ્‍યું છે. આ અગાઉ પંચાયતે બે નોટિસની બજવણી કરી સૂચના આપવામાં આવી હતી. સોળસુંબા પંચાયતે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 104 મુજબ મકાનના બાંધકામ પર નિયંત્રણ રાખવાની જવાબદારીની કાર્યવાહીના મળેલા અધિકારો રૂએ પગલા ભરવાની શરૂઆત કરી છે. જે માટે પંચાયતની જોગવાઈ મુજબ વળી કચેરીએ આ બાબતની જાહેર સેવાના હિતમાં વિગતવાર અહેવાલ સાથે દરખાસ્‍ત કરી જાણ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્‍યું છે.
અત્રે નોંધનીય છે કે નગર આયોજન અને મૂલ્‍યાંકન ખાતું નગર નિયોજકની કચેરી દ્વારા 36 જેટલી શરતોની આધીન સક્ષમ સત્તા અધિકારીશ્રી પાસેથી બાંધકામની મંજૂરી મેળવી લેવા અભિપ્રાય આપેલો હોવાનું જણાઈ રહ્યું છે. આ શરતોમાં શરત નંબર 3, શરત નંબર 7, શરતનંબર 8, શરત નંબર 15, શરત નંબર 17, શરત નંબર 18, શરત નંબર 19,20,21,22 સહિત કેટલીક શરતોમાં બતાવેલા નિયમોનું પાલન કર્યું છે કે નહીં એની ચકાસણી કરવાનુ પંચાયત દ્વારા નોંધવામાં આવી રહ્યું છે. આમ બાંધકામ થઈ રહેલા સ્‍થળ ઉપર નિરીક્ષણ કર્યા બાદ કેટલીક ગેરકાયદેસર હકીકતો બહાર આવશે એમાં બે મત નથી.

Related posts

વલસાડ જિલ્લા ઈલેકટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેલની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓક એ મુલાકાત લીધી

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે લાયન્‍સ કલબ દ્વારા થયું જ્ઞાનમંથન

vartmanpravah

વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની ભાગ 2 ની બેઠક જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ખાતેના G20ના પ્રતિનિધિઓના આવાસ સ્થળની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસે એક માસમાં ગુમ/અપહરણ થયેલા 49 બાળકો/વ્‍યક્‍તિઓને શોધી કાઢયા

vartmanpravah

વાપી ગુંજન હાઈવેથી 88 બકરા ભરેલી બે ટ્રક હિંસા નિવારણ સંઘના કાર્યકરોએ ઝડપી

vartmanpravah

Leave a Comment