June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કચીગામ ખાતે માન દેશી ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ 19 મહિલાઓને સિવણ ક્‍લાસ અને 9 મહિલાઓને બ્‍યુટીપાર્લરના આપવામાં આવેલા સર્ટીફિકેટ

કચીગામના સરપંચ ભરતભાઈ પટેલે માન દેશી ફાઉન્‍ડેશનની પહેલનું કરેલું સ્‍વાગતઃ મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાના પ્રયાસની કરેલી સરાહના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: આજે કચીગામ ખાતે માન દેશી ફાઉન્‍ડેશનના ઉપક્રમે 19 મહિલાઓને સિવણ ક્‍લાસ અને 9 મહિલાઓને બ્‍યુટીપાર્લરનું સર્ટીફિકેટ આપી મહિલા સશક્‍તિકરણના ક્ષેત્રે એક ઉમદા પહેલ કરી છે. આ કાર્યક્રમમાં કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, કચીગામ વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી અને કચીગામ વોર્ડ નં.2ના પંચાયત સભ્‍ય શ્રીમતી સોનલબેન પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે માન દેશી ફાઉન્‍ડેશનની પહેલને આવકારી હતી અને મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા માટે થઈ રહેલા પ્રયાસની સરાહના કરી હતી.

Related posts

વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્‍યા મોહને પૂરઅસરગ્રસ્‍ત કાશ્‍મીરનગર-બરૂડીયાવાડની મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ જિલ્લામાં આરોગ્‍ય શાખા દ્વારા રક્‍તદાન શિબિરમાં 421 બોટલ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

વલસાડ જિલ્લાના સરકારી શિક્ષકો-આચાર્યો માટે ધરમપુરમાં ‘‘સમર્થ શિક્ષણ સંમેલન” યોજાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ માટે આરોગ્‍ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

વલસાડ એસટી ડિવિઝન દ્વારા દિવાળી ધસારાને ધ્‍યાને લઈ 126 નવી ટ્રીપો ચાર દિવસ દોડાવાશે

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતોનું સરેરાશ 62.18 ટકા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

Leave a Comment