January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બુચરવાડાની સરકારી શાળામાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા જી20ની કરવામાં આવી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા – દીવમાં ‘‘નહેરુ યુવા કેન્‍દ્ર” દ્વારા આયોજિત જિલ્લા સ્‍તરીય પડોસ સંસદ યુવક કાર્યક્રમ અંતર્ગત વૈશ્વિક સ્‍તર પર ભારત અભ્‍યુદય જી20 ની કરવામાં આવી ઉજવણી.
આજરોજ તા.28-02-2023 ને મંગળવારના રોજ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા – દીવમાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા આયોજિત ‘‘જિલ્લા સ્‍તરીય પડોશ સંસદ યુવક કાર્યક્રમ” અંતર્ગત વૈશ્વિક સ્‍તર પર ભારત અભ્‍યુદય જી20 ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવીહતી. કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી અશોક બારીયા તેમજ મંચાસીન મહેમાનોના વરદ હસ્‍તે માં સરસ્‍વતીની છબી પાસે દીપ પ્રજ્જવલિત કરીને કરવામાં આવી હતી. શાળાના સહાયક અધ્‍યાપિકા પ્રતિભા બહેન સ્‍માર્ટ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સરસ્‍વતિ માતાની સ્‍તુતિ કરવામાં આવી હતી. ત્‍યાર બાદ શાબ્‍દિક સ્‍વાગત કરી, મહેમાનોનું પુષ્‍પ ગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પછી શાળાના વરિષ્ઠ હિન્‍દી શિક્ષિકા તેમજ નેશનલ એવોર્ડ વિજેતા પ્રતિભા બહેન જી. સ્‍માર્ટએ વાય20 વિષય પર વક્‍તવ્‍ય આપી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. એ પછી નેશનલ એવોર્ડ વિજેતા આરાધના બહેન જી. સ્‍માર્ટએ ‘‘વૈશ્વિક સ્‍તર પર ભારત અભ્‍યુદય જી20” વિષય પર પોતાનું પ્રાસંગિક પ્રવચન આપી વિદ્યાર્થીઓને વિસ્‍તૃત જાણકારી આપી હતી. ત્‍યાર બાદ શાળાના શિક્ષક શ્રી હર્ષદ મકવાણાએ ‘‘આંતરરાષ્‍ટ્રીય બાજરા દિવસ” વિશે બાળકોને માહિતી આપી પોષ્ટિક આહાર લેવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા.
અંતમાં વિદ્યાર્થિનીઓ દ્વારા સુંદર ગરબાની પ્રસ્‍તુતિ કરવામાં આવી તથા શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી અશોક બારીયાના વરદ હસ્‍તે ગરબાની બહેનોને સર્ટિફિકેટ આપી પ્રોત્‍સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતમાં નહેરુ યુવા કેન્‍દ્રના નિકિતા બહેને સૌ મહેમાનોનો આભાર માની કાર્યક્રમ સફળતાથી પૂર્ણ કર્યો.
આ કાર્યક્રમ નેહરુયુવા કેન્‍દ્રના જિલ્લા યુવા અધિકારી મેઘા સનવાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યો. તેમજ આ કાર્યક્રમ નેહરુ યુવા કેન્‍દ્રની સ્‍વયંસેવકો નિકિતાબેન, મોનિકાબેન, જાગૃતીબેન અને ભાગ્‍યશ્રીબેન દ્વારા કરવામાં આવેલો છે.

Related posts

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના ઘેલવાડ મંડળમાં બૂથ સશક્‍તિકરણ અંગે યોજાયેલ બેઠક

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રીનું ટ્‍વીટ : ગભરામણ કે રાજકીય  સોગઠી ? 

vartmanpravah

આજે છેવાડેના સામાન્‍ય લોકોનો સંઘપ્રદેશ પ્રશાસન પ્રત્‍યે વધેલો ભરોસો

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક ખેલ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

દેગામમાં વારી કંપનીના સ્‍ક્રેપ કોન્‍ટ્રાક્‍ટ બાબતે બે કોન્‍ટ્રાક્‍ટરો વચ્‍ચે બબાલઃ મામલો પોલીસ મથકે પહોંચ્‍યો

vartmanpravah

Leave a Comment