Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

આદિવાસીઓના આર્થિક ઉત્‍થાન હેતુ ખાનવેલના વેલુગામમાં પ્રશાસન દ્વારા લાભાર્થીઓને મરઘીઓનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ પ્રદેશના આદિવાસીઓના આર્થિક ઉત્‍થાન હેતુ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે ખાનવેલ ઉપ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી લાભાર્થીઓને મરઘીઓનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આજે ખાનવેલના આંબોલી પટેલાદના ઘોઘરપાડા વેલુગામમાં 9 અને નવી વસાહત આંબોલીમાં બે મળી 11 લાભાર્થીઓને પ્રત્‍યેકને 50નંગ કડકનાથ નસલના 5 મરઘા અને 45 મરઘીઓનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ કડકનાથ યોજના ખાનવેલના આર્થિક રીતે કમજોર અને આદિવાસી નિવાસીઓ ખાસ કરીને મહિલાઓના માટે ક્રાંતિકારી બદલાવ સાબિત થવા જઈ રહી છે. આ યોજનાના માધ્‍યમથી આદિવાસી મહિલાઓ અંદાજીત ઝીરો રોકાણ સાથે સ્‍વરોજગારના માધ્‍યમથી દર મહિને છથી સાત હજાર રૂપિયાની આવક કરી શકશે. કડકનાથ મરઘી એના ઈંડા અને માસ માટે પ્રસિદ્ધ છે જે ઉચ્‍ચ પોષણ મૂલ્‍યના માટે અને જિલ્લામાં કુપોષણની સમસ્‍યાને ઓછી કરવામાં મદદ કરશે એમ જણાવાઈ રહ્યું છે.
આયોજના પ્રશાસન દ્વારા આપવામાં આવતી નાણાંકીય યોજના છે, જે પસંદગી કરવામાં આવેલ લાભાર્થીને ચિક્‍સ અને શરૂઆતી પોલ્‍ટ્રી ખાદ્ય પણ મફતમાં ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. જેમાં લાભાર્થીઓને નિર્દેશ અનુસાર મરઘાંપાલન માટે શેડનું નિર્માણ કરવાની આવશ્‍યકતા રહેશે. હવે પછી કડકનાથ મરઘી યોજનાના લાભાર્થીઓમાં નોંધાયેલ યાદી મુજબ સિંદોની ગ્રામ પંચાયતના લાભાર્થીઓને આગામી 10 દિવસમાં વિતરણ કરવામાં આવનાર હોવાની માહિતી મળી છે.

Related posts

પારડીમાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવની ઉજવણી

vartmanpravah

ચીખલી પોલીસ મથકના એક વિવાદિત પોલીસ કોસ્‍ટેબલથી ત્રસ્‍ત દારૂની હેરાફેરી કરતી મહિલાએ કોન્‍સ્‍ટેબલની સામે ઉચ્‍ચકક્ષાએ ફરિયાદ કરી

vartmanpravah

દેશના વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના 8 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે લેવાયેલા મહત્‍વના 8 નિર્ણયો

vartmanpravah

વલસાડ જિલ્લાના ઉદ્યોગપતિઓએ ‘વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ ઓફ સક્‍સેસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્‍યું

vartmanpravah

આજે કચીગામ જય ભીખી માતા અને દુધી માતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠાનો કાર્યક્રમ યોજાશે

vartmanpravah

નાના વાઘછીપામાં નહેરમાં વૃદ્ધા પડતા મોત

vartmanpravah

Leave a Comment