September 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડામાં સુથારપાડાના મેળા માટે આજથી ચાર દિવસ ધરમપુર ડેપો વધારાની એસ.ટી. બસો દોડાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: આગામી દિવસોમાં હોળી-ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે ત્‍યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો ભરાશે. જેમાં હજારોની સંખ્‍યામાં લોકો ઉમટતા હોવાથી લોકોને આવવા જવામાં સરળતા પડે તે માટે વલસાડ એસટી વિભાગ દ્વારા ધરમપુર એસટી ડેપોથી તા. 4 માર્ચ થી 7 માર્ચ 2023 સુધી વધારાની 14 એસટી બસો દોડાવવાનું આયોજન કરાયું છે. સુથારપાડાના આ મેળાની બસો એક્‍સપ્રેસ ભાડાથી દોડાવવામાં આવશે. દર્શનાર્થીઓના ધસારાના પ્રમાણમાં વધારાની એસટી બસોનું સંચાલન પણ કરવામાં આવશે. જેનો લાભ લેવા વલસાડ એસટી વિભાગીય નિયામકશ્રી દ્વારા મુસાફર જનતાને અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા નવરાત્રીના શુભ અવસરે થનગનાટ ગરબા મહોત્‍સવનું થનારૂં આયોજન

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિમાં ભગવાન શિવના જયઘોષ સાથે શિવની કથાને વિરામ અપાયો

vartmanpravah

હિંમતનગરના આકોદરા ગામે આવેલ પરફેક્‍ટ સ્‍કૂલનો રૂા. 3,33,060 બાકી નીકળતો વેરો ભરપાઈ કરવા તલાટીએ નોટિસ પાઠવી

vartmanpravah

ઉદવાડા રેલવે ફાટક ઉપર વહેલી સવારે જ્‍વલનશીલ કેમીકલ ભરેલ ટેન્‍કરમાં આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

કપરાડા ઘાટ ઉપર લક્‍ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ

vartmanpravah

Leave a Comment