April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરાઈ

50 મુસાફરો દીઠ એક બસની ફાળવણી કરાશે તે પણ તમારા વિસ્‍તાર સુધી બસ આવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: આગામી સમયે હોળી-ધુળેટીના તહેવારો આવી રહ્યા છે ત્‍યારે વાપી સહિત વલસાડ જિલ્લામાં ખાસ કરીને લેબર કામકાજ કરતા મજુરોનો હોળી મનાવવા ગામડે વતન જવાનો ધસારો વધી રહ્યો હોવાનું ધ્‍યાને લઈને વાપી-વલસાડ એસ.ટી. વિભાગ દ્વારા તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરવામાં આવી છે. તહેવારોને લઈ ખાનગી બસ સંચાલકો બેફામ ભાડા વધારીને મુસાફરોની બેફામ લૂંટ ચલાવી રહ્યાની પણ ફરિયાદો ઉઠી રહી હોવાની એસ.ટી. વિભાગે મુસાફરોની સગવડ સેવા માટે આગળ આવી રહેલ છે.
તહેવારોને ધ્‍યાને લઈને એસ.ટી. વિભાગે 50 મુસાફરો હશે તો માંગો ત્‍યારે બસની યોજના તૈયાર કરી છે. જી.આઈ.ડી.સી. વાપી, સરીગામ,થી પંચમહાલ, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, ઝાલોદ, લીમખેડા, ફતેપુરા વગેરેના કામદારો માટે એકસ્‍ટ્રા બસનુંઆયોજન વાપી ડેપો દ્વારા કરવામાં આવ્‍યું છે. વધુ સંપર્ક માટે ડેપો મેનેજર મો.નં.63599 18800 તથા ટ્રાફિક સુપરવાઈઝર મો.નં.99740 21200 નો સંપર્ક કરીને બસ બુક કરાવી શકાશે.

Related posts

વાપી વિપ્ર કલ્‍યાણ ચેરિટેબલ ટ્રસ્‍ટની દીપાવલી બેઠક યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં પૂર અને તોફાનની આફત સામે લડવા યોજાઈ મૉક ડ્રિલ

vartmanpravah

અમદાવાદ બરવાળા લઠ્ઠાકાંડ પ્રકરણ અંતર્ગત વાપી પોલીસે મિથેલોનના ઉપયોગ કરતા ઉદ્યોગપતિઓ સાથે મીટિંગ યોજી

vartmanpravah

..તો ડેલકર પરિવાર માટે 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહે..!

vartmanpravah

ડુંગરીમાં જમીનના હિસ્‍સાની અદાવતમાં કપડા સુકવવાની દોરી તોડી દેરાણીએ જેઠાણી અને ભત્રીજીને માર માર્યો

vartmanpravah

લોકસભા ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ખાંડા-ધરમપુરમાં પધારેલા પૂ.મોરારી બાપુના આશીર્વાદ લીધા

vartmanpravah

Leave a Comment