July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં હડતાલ મોકુફ રહ્યાની જાણ ન થતા સી.એન.જી. પમ્‍પ પર વાહનોની ગુરૂવારે કતારો

ગાંધીનગરમાં ફેડરેશન અને સિવિલ સપ્‍લાય અધિકારીના મિટિંગમાં સી.એન.જી. પમ્‍પ હડતાલ મોકુફની જાહેરાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ જિલ્લા સહિત રાજ્‍યમાં 3 માર્ચથી સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદત સુધી બંધ રાખી પમ્‍પ સંચાલકો હડતાલ પાડશે તેવી જાહેરાત બાદ તા.02 માર્ચ ગુરૂવારે જિલ્લાના તમામ પમ્‍પો ઉપર સી.એન.જી. ભરવા વાહનોની કતારો લાગી હતી. જોકે ગાંધીનગરમાં યોજાયેલી મિટિંગમાં હડતાલ 30 માર્ચ સુધી નહી પાડવાની કંપની સંચાલકોએ મુદત માંગી છે તેથી તા.03 માર્ચની પમ્‍પ હડતાલ મુલતવી રખાઈ હતી.
રાજ્‍ય સી.એન.જી. પમ્‍પ સંચાલકોએ 2017 પછી સી.એન.જી. વેચાણ કમિશન વધારાયુ નથી તે વધારાની માંગણી માટે 03 માર્ચથી ગુજરાત યુનાઈટેડ પેટ્રોલીયમ ડીલર્સ ઓફ ગુજરાતએ 03 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી હતી તેથી તાકીદે ગાંધીનગરમાં 02 માર્ચ ગુરૂવારે મિટિંગ યોજાઈ હતી. સિવિલ સપ્‍લાય અધિકારીઓ પેટ્રોલીયમ કંપનીના અધિકારીઓ અને ડીલર્સ એસો. વચ્‍ચે મિટિંગયોજાઈ હતી. જેમાં કંપનીઓ વિચારણા માટે 30 માર્ચની મુદત માંગી હતી તે અન્‍વયે સી.એન.જી. પમ્‍પ સંચાલકોએ હડતાલ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. અલબત્ત વાહન ચાલકો આ જાહેરાતથી બેખબર હોવાથી ગુરૂવારે જે તે સી.એન.જી. પમ્‍પ ઉપર મોટી કતારો લાગી હતી.

Related posts

બ્‍લ્‍યુ સ્‍ટાર ફૂટબોલ ક્‍લબ દ્વારા સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપીમાં પાણી અધિકારીના સ્‍વાંગમાં મિનરલ વોટર ઉત્‍પાદકોને ત્‍યાં ચેકીંગ કરતા ગઠિયા

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

vartmanpravah

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે 8મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ વોલીબોલ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

vartmanpravah

Leave a Comment