Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખે છેતરપિંડી સંદર્ભે સતર્ક રહેવા લોકોને કરેલી તાકીદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલીના નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ દ્વારા લોકોને છેતરપિંડી જેવા બનાવો બાબતે સતર્ક રહેવા અપીલ કરી છે.
દાનહ જિલ્લા નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ દ્વારા એક અખબારી યાદી બહાર પાડી દાનહના લોકોને જણાવાયું છે કે, હાલમાં દવાખાનામાં ડિલિવરી થયેલ મહિલાઓના મોબાઈલ પર ફોન આવે છે અને સરકારીદવાખાનામાંથી બોલું છું. એમ જણાવી બેંક ખાતાની વિગતો એટીએમ વિગત તથા ઓટીપી નંબર માંગીને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી જવાની છેતરપીંડી કરે છે. જેથી તમામ જનતાને જણાવવાનું કે તમારી બેંક ખાતાની વિગતો, એટીએમ વિગત, ઓટીપી નંબર કે આધાર નંબર અથવા અન્‍ય કોઈ પણ વિગતો મોબાઈલ ફોન પર કોઈપણ વ્‍યક્‍તિને નહીં આપવા અપીલ કરી છે. કારણ કે, કોઈપણ સરકારી વિભાગ દ્વારા કે બેંક તરફથી મોબાઈલ ફોન ઉપર આવી વિગતો માંગવામાં આવતી નથી. તેથી જો કોઈ આવી છેતરપિંડીનો ભોગ બને તો તરત જ બેંક ખાતુ/એટીએમ બ્‍લોક કરાવી દેવું અને સાયબર ક્રાઇમ પોલીસ વિભાગમાં ફરિયાદ નોંધાવવી. ઓનલાઇન ફરિયાદ નોંધાવવા માટે ત્ર્દ્દદ્દષ્ટઃ//ણૂક્કણુફૂશ્વણૂશ્વશળફૂ.ંિંરુ.શઁ પર લોગ ઓન કરો અથવા 1930 પર કોલ કરો.

Related posts

મહારાષ્‍ટ્રથી સુરત દારૂ ભરી જતો ટેમ્‍પો મોતીવાડા હાઈવેથી એલસીબીએ ઝડપ્‍યો

vartmanpravah

પારડી વિધાનસભાની બેઠક માટે ત્રણ દિવસમાં પાંચ ઉમેદવારી પત્રો લેવાયા

vartmanpravah

દીવના રહેવાસી દિપિકાબેનની ગાડીમાં આગલાગતાં ગાડી બળીને ખાખ : ગાડીમાં સવાર લોકોએ હેમખેમ બહાર નીકળી બચાવ્‍યો જીવ

vartmanpravah

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત દમણ જિલ્લા આંતર શાળા રમતગમત મહોત્‍સવમાં સરકારી પ્રાથમિક શાળા દાભેલ ચેમ્‍પિયન

vartmanpravah

પારડી ડુમલાવમાં આઠમા દિવસે વધુ એક દિપડો પાંજરે પુરાયો : હજુ પણ વધુ દિપડા ફરી રહ્યા છે

vartmanpravah

Leave a Comment