October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ પોલીસે સ્‍પા અને સલૂનની આડમાં ચાલી રહેલા દેહ વેપારના ધંધાનો કરેલો પર્દાફાશઃ એક આરોપીની ધરપકડ

નાની દમણની સ્‍ટેટ બેંકની સામે આવેલ સી પ્રિન્‍સેસ સ્‍પાલોનમાં ચાલી રહી હતી અસામાજિક પ્રવૃત્તિ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : દમણ પોલીસે સ્‍પા અને સલૂનની આડમાં ચાલી રહેલા દેહ વેપારના ધંધાનો પર્દાફાશ કરી એક શખ્‍સની ધરપકડ કરી છે. દમણ પોલીસે અસામાજિક તત્‍વો અને અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર પોતાની પકડ મજબૂત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ પોલીસને મળેલી ગુપ્ત સૂચના મુજબ નાની દમણ એસ.બી.આઈ.ની સામે આવેલ પ્રિન્‍સેસ વ્‍યૂ બિલ્‍ડીંગમાં કાર્યરત સી-પ્રિન્‍સેસ સ્‍પાલોનમાં અનૈતિક દેહ વેપાર ચાલી રહ્યો છે. જેના અનુસંધાનમાં દમણ પોલીસે એક ડમી ગ્રાહક મોકલી પાડેલા દરોડામાં એક પુરૂષ અને એક મહિલા મળી હતી. મહિલાએ આપેલી માહિતી પ્રમાણે દુકાનનો સંચાલક સ્‍પાની આડમાં ગ્રાહક બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે તેણી પાસે અનૈતિક દેહ વેપાર કરાવતો હતો. જેના સંદર્ભમાં નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં ઈમમોરલ ટ્રાફિકિંગ (પી) એક્‍ટ 1956ની કલમ 3, 4, 5 અને 7 અંતર્ગત ગુનો નોંધી નાની દમણના ત્રણબત્તી ખાતે રહેતા અને મૂળ ડુંગરપુર રાજસ્‍થાનના રહેવાસી રાજીવ સુધાશંકર પંડયાની ધરપકડકરવામાં આવી છે.
દમણ પોલીસે શરૂ કરેલી સખત કાર્યવાહીથી અસામાજિક તત્‍વોમાં ફફડાટ ફેલાયો છે.

Related posts

વાપી મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ પેપર મિલ ભીષણ આગની લપેટમાં

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે તા. 11 સપ્ટેમ્બર સુધીમાં 235433 ફોર્મ ભરાયા

vartmanpravah

દાનહમાં છેવાડેના ગામોના સેંકડો આદિવાસી યુવાનો-બહેનોએ વિધિવત કરેલો ભાજપમાં પ્રવેશ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રા.પં.ની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની 3 બહેનોને સ્‍વનિર્ભર બનવા મોટી દમણ રામસેતૂ બીચ ઉપર સિલવન દીદી લારીનો આરંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં બોગસ તબીબો સામે તવાઈઃ વધુ એક ઝડપાયો, 3 બોગસ ડોક્‍ટરો દવાખાનું બંધ કરી પલાયન

vartmanpravah

નાની દમણના મરવડ ખાતે હોસ્‍પિટલના નિર્માણમાં કાર્યરત કામદારો સાથે જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ સચિવે આરોગેલો શ્રમયોગી પ્રસાદ

vartmanpravah

Leave a Comment