Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના બરૂમાળમાં ડીજીટલ મેળા અને ઈંગ્‍લિશ ફેસ્‍ટ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: ધરમપુરમાં બરૂમાળ ડેરી ખાતે તા. ૪ માર્ચના રોજ જિલ્લા કક્ષાના ડીજીટલ મેળા અને ઇંગ્લિશ ફેસ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન, SAP અને અમુલ ડેરી સાથે મળી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલોમાં બાળકોને ડીજીટલ લિટરસી અને ઇંગ્લિશના વર્ગો ચલાવી નવી શિક્ષણ નીતિના FLN કૌશલ્યો સંદર્ભે મહત્વપૂર્ણ કરી કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં પ્રથમ ફાઉન્ડેશન વતી રાજ્યકક્ષાના કંપ્યૂટરના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર મુકેશ થારુકા અને ઇંગ્લિશના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર જાનકીબા જાડેજા,તાલુકા કો-ઓર્ડિનેટર રાશીદા વોહરા અને કિંજલ પટેલ અમૂલના POC મિતેશ બારોટ અને અલગ અલગ શાળામાં કામ કરતાં સંચારકો હાજર રહ્યા હતા.
વસુધારા ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર એન.બી.વશીના અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજના થયું હતું. જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ,બીટ નિરીક્ષકશ્રીઓ,તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘના પ્રમુખ પ્રતિનિધિ, શિક્ષક જ્યોત મેગેઝીનના સંપાદક મંડળના પ્રતિનિધિશ્રી પસંદ કરાયેલી કૃતિઓ સાથે 10 શાળાના 60 જેટલા બાળકો, આચાર્યો, શિક્ષકો અને વાલીઓએ ઉપસ્થિત રહી બાળકોની કૃતિઓ નિહાળી હતી અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું,
દીપ પ્રાગટ્ય એન.બી.વશીના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન મિતેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન સાથે એમના સહયોગી સંસ્થાઓની પ્રવૃત્તિઓની ઉપસ્થિત આચાર્યોએ સરાહના કરતાં બીજી શાળાઓ સુધી પ્રોજેક્ટનો વિસ્તાર થાય એવી લાગણીઓ રજૂ કરી હતી. આભારવિધિ મુકેશ થારુકાએ કરી હતી.

Related posts

વલસાડમાં રાષ્‍ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાલ પાડી બેંકોના ખાનગીકરણ બિલનો કરેલો વિરોધ

vartmanpravah

ખડકી સ્‍ટોન ક્‍વોરીમાં પાર્ક કરેલા ડમ્‍પરમાં લાગી આગ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેજ ગામે રૂા. 1.02 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના મકાનનું લોકાર્પણ કરતા ધારાસભ્‍ય નરેશ પટેલ

vartmanpravah

અથાલ નજીક ટેન્‍કર સાથે ટ્રક અથડાતા રસ્‍તા પર ઓઇલ ઢોળાતા સર્જાયેલો ટ્રાફિક જામ

vartmanpravah

શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ યોજાયો

vartmanpravah

Leave a Comment