December 1, 2025
Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના યુવાન બિલ્‍ડરની પાર નદીમાં મોતની છલાંગ

પુરપાટ ઝડપે ગાડી હંકારી પુલ પર બનાવેલ એંગલ તોડી ગાડી લઈ નદીમાં ઝંપલાવ્‍યું, યુવાનના મોત અંગે રહસ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: વલસાડમાં આવેલ પારડી પાર નદીના નાના પુલ પરથી વાપી ચલા ખાતે રહેતા અને વલસાડ વાસુદેવ એપાર્ટમેન્‍ટ, કૈલાશ રોડ, પ્રમુખ નગરનો આધારકાર્ડ ધરાવતા સાગર રાઘવભાઈ ગુર્જર ઉંમર વર્ષ આશરે 27 ના યુવાનેપોતાની મોંઘી ઘાટ જીપ કંપાસ ગાડી નંબર જીજે 15 સીએમ 1011 ને પુરપાટ ઝડપે હંકારી નાના પુલ પર બનાવવામાં આવેલ એંગલ ને તોડી પોતાની જીપ પાર નદીમાં ઝંપલાવી હતી. પાર નદી પર હાજર સિકયુરિટી એ આ અંગેની જાણ પારડી ચંદ્રપુર સ્‍થિત માંગેલા લાઈફ સેવર ટ્રસ્‍ટના યુવાનોને કરાતા તાત્‍કાલિક ચંદ્રપૂરના યુવાનો પોતાની હોળી (બોટ) લઈ નદીમાં ઝંપલાવી આ યુવાનને બચાવવાના ભારે પ્રયત્‍ન આદર્યા હતા પરંતુ યુવાનને બચાવી શકયા ન હતા. અંતે ક્રેન દ્વારા ગાડી બહાર કાઢી જોતા યુવાન મોતને ભેટયો હતો.
મળતી માહિતી મુજબ આ યુવાન બપોરના સમયે આશરે 1:30 કલાકે પાર નદીના નાના પુલ પાસે પોતાની ગાડી પાર્ક કરી કલાકો સુધી મોબાઈલ પર વાત કર્યા બાદ આશરે 3:30 કલાકે ત્‍યાંથી નીકળી ગયો હતો પરંતુ ત્‍યારબાદ 20 થી 25 મિનિટ પછી ફરી પોતાની ગાડી પુરપાટ ઝડપે હંકારી લાવી અને નાના પુલ પર બનાવવામાં આવેલ એંગલ તોડી પાર નદીમાં પોતાની ગાડી ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું.
લોકચર્ચા મુજબ પોતાના બિલ્‍ડરના ધંધામાં પણ સફળ હોય અને અન્‍ય પણ કોઈ પ્રોબ્‍લેમ ન હોવા છતાં આ યુવાને શા માટે આ પગલું ભર્યું તે એક રહસ્‍ય છે. 108 અને વલસાડ પોલીસે ઘટના સ્‍થળે પહોંચી યુવાનની લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ વલસાડ પોલીસે હાથધરી છે. આ તપાસ દરમિયાન જ સાચું કારણ બહાર આવશે.

Related posts

અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત ચીખલી તાલુકાના ગોડથલ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સંજયભાઈ પ્રવીણભાઈ પટેલને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવ્યો

vartmanpravah

રોટરી ઈન્‍ટરનેશનલ દમણ ચેપ્‍ટર દ્વારા નાની દમણ સાર્વજનિક વિદ્યાલય ખાતે ઈન્‍ટરએક્‍ટિવ સેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

વાપીના છીરી, બલીઠા, છરવાડા, ચણોદ જેવા ગામોમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ધમાકેદાર રેલીઓ યોજાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા આદિવાસી નૃત્‍ય પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

વલસાડ કલેક્‍ટરના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment