October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ માટે આરોગ્‍ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: ચોમાસાની ઋતુ દરમ્‍યાન વાહકજન્‍ય રોગો એટલે કે મેલેરિયા, ડેંગ્‍યુ, ચિકનગુનીયાનો ફેલાવો થઈ શકે છે. વાહકજન્‍ય રોગો મોટાભાગે મચ્‍છરથી ફેલાય છે. જે મચ્‍છરની ઉત્‍પતિ સંગ્રહ કરેલાકે સ્‍થિર પાણીમાં થાય છે. જ્‍યાં બંધિયાર/ચોખ્‍ખુ પાણી હશે ત્‍યાં મચ્‍છરનો ઉપદ્રવ થવાની સંભાવના પુરતા પ્રમાણમાં છે. મચ્‍છર પાણીમાં ઉંડા મુકે છે, જે નરી આંખે જોઇ શકાતા નથી. જે 7 થી 10 દિવસમાં પુખ્‍ત મચ્‍છરમાં રૂપાંતરિત થાય છે. મચ્‍છર દિવસે અને રાત્રે બંન્ને સમયે કરડી શકે છે.
વાહકજન્‍ય રોગોનું નિયંત્રણ માત્ર સરકારની જ જવાબદારી નથી, સમાજની પણ જવાબદારી છે. આ ચોમાસાની ઋતુ દરમ્‍યાન વાહકજન્‍ય રોગનાં લક્ષણો, ફેલાવો, વાહકજન્‍ય રોગથી બચવા માટેનાં ઉપાયો, વ્‍યક્‍તિ અને મચ્‍છર વચ્‍ચેનો સંપર્ક અટકાવવાનાં ઉપાયો વિશે સમજ આપવામાં આવી રહી છે. વાહકજન્‍ય રોગ મચ્‍છરથી જ ફેલાય છે. જે દિવસ દરમ્‍યાન અને રાત્રે પણ કરડે છે અને ચોખ્‍ખા પાણીમાં ઇંડા મુકે છે.
આ વર્ષે ષ્‍ણ્‍બ્‍ દ્વારા વાતાવરણમાં ફેરફારને કારણે મચ્‍છરથી થતા રોગનાં કેસો વધારે થવાની આગાહી કરવામાં આવી છે. જેથી ખાસ કરીને શહેરી વિસ્‍તારોમાં મચ્‍છર ઉત્‍પતિ ના થાય તે માટે પાણીને ઢાંકીને રાખવું તથા પાણી ભરવાના સાધનોને ઘસીને સાફ કરી તડકે સુકવીને વાપરવું.
મચ્‍છરનાં ઉત્‍પતિ સ્‍થાનો ઘરોની બહાર અને અંદર પણ જોવા મળે છે જેવા કે, ફ્રીઝની પાછળની ટ્રે, પાણી સંગ્રહ થયેલુ હોય તેવા પાત્રો, પક્ષી કુંજ, કુંડા વિગેરેમાં જોવા મળેછે. ખુલ્લી ટાંકીઓ, જીવદયા પાત્રો, ખુલ્લી ગટરો, ટાયરો, ભંગારની દુકાનોમાં પડેલા ખુલ્લા અને તુટેલા પાત્રો સ્‍થળોએ જોવા મળે છે. આવી જગ્‍યા પર પોરાનાશક કામગીરી કરવામાં આવે તો મચ્‍છરોની જનસંખ્‍યા નિયંત્રણમાં લઈ શકાય છે. લોકો સક્રિય રીતે સામેલ થઈ વાહકજન્‍ય રોગ નિયંત્રણનાં પગલાં લે તો મચ્‍છરથી થતા રોગ સરળતાથી નિયંત્રણમાં આવી શકે છે.
હાલમાં જિલ્લામાં આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા વાહકજન્‍ય રોગનાં લક્ષણો જેવા કે તાવ આવવો, માથુ દુઃખવું, શરીર દુઃખવું જેવા લક્ષણો જણાય તેવા દર્દીઓએ વધુ તપાસ માટે આરોગ્‍ય કર્મચારીનો સંપર્ક કરી અથવા નજીકનાં દવાખાનામાં લોહીની તપાસ કરાવી સારવાર લેવી. પોતાની મરજી મુજબ દવા લેવી નહીં. સૌ સાથે મળી વાહકજન્‍ય રોગને અટકાવવા સહભાગી બનીએ એવો મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી તથા જિલ્લા મેલેરીયા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.
વધુ માહિતી માટે આપના નજીકનાં આરોગ્‍ય કર્મચારીઓ, આશા બહેનો કે સરકારી દવાખાનાનો સંપર્ક સાધવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

‘‘ભીડેવાડા બોલલા” – ભારતની પ્રથમ મહિલા સ્‍કૂલ સેલવાસના કવિ આનંદ ઢાલેને આંતરરાષ્‍ટ્રીય કાવ્‍યલેખન સ્‍પર્ધામાં મળેલું ઉત્‍સાહવર્ધક પારિતોષિક

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

નવસારી જિલ્લામાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્‍યમાન કાર્ડ વિતરણ કરાશે

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની કામગીરીના કારણે ભીલાડથી સેલવાસ આવતા વાહનો માટે અપાયું ડાયવર્ઝન

vartmanpravah

વાપીમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દીવમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાતા કુલ ચાર કેસ સક્રિય

vartmanpravah

Leave a Comment