October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગોદાલનગર ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં બબાલ ઉભી થઈ : સેવા નિવૃત્ત નાગરિકની ફરિયાદ બાદ પોલીસે ક્રિકેટ બંધ કરાવી

પ્રણેશભાઈ શાહએ પોલીસમાં ફરિયાદ કરી હતી : પોલીસે બન્ને પક્ષોને શાંતિ જાળવવાની અપીલ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી ઈમરાનનગર વિસ્‍તારના ગોદાલનગરમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં આજે રવિવારે ક્રિકેટને લઈ બબાલ ઉભી થઈ હતી. સેવા નિવૃત્ત નાગરિકની ફરિયાદ બાદ ટાઉન પોલીસએ ક્રિકેટ અટકાવી હતી.
વાપી ગોદાલનગરમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં રવિવારે ક્રિકેટને લઈ મામલો બિચકાયો હતો. સેવા નિવૃત્ત પ્રણેશભાઈ શાહે વાપી ટાઉન પોલીસમાં ક્રિકેટ વિરૂધ્‍ધ ફરિયાદ કરતા ટાઉન પોલીસે ક્રિકેટ અટકાવી હતી. મામલા બાદ અહીંના સ્‍થાનિક અગ્રણી અહમદ ખાન ટાઉન પોલીસ સ્‍ટે. દોડી ગયા હતા અને તેમણે પોલીસને સાચી હકિકતો જણાવી હતી કે આ ગ્રાઉન્‍ડ ઉપર છેલ્લા 25 વર્ષથી બાળકો ક્રિકેટ રમે છે. અગાઉ પણ આવી ફરિયાદ થયેલી ત્‍યારે પી.આઈ. સરવૈયા ગ્રાઉન્‍ડ ઉપર આવ્‍યા હતા. તેમને પણ સ્‍થિતિથી વાકેફ કરાયા હતા. અહમદ ખાનનું કહેવું છે કે, અત્‍યારે ત્રીજી પેઢી રમી રહી છે. વર્ષોથી આ મેદાનનો ઉપયોગ થઈ રહ્યો છે. જમીન માલિકને કોઈ મુશ્‍કેલી નથીછતાં અવાર-નવાર ક્રિકેટના મુદ્દે કોઈને કોઈ વાદ-વિવાદ ઉભા થતા રહે છે. પોલીસે બન્ને પક્ષોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી.

Related posts

ચીખલીની સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલને શ્રેષ્ઠ હોસ્‍પિટલનો પુરસ્‍કાર આરોગ્‍ય વિભાગ દ્વારા એનાયત કરાયો

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલઃ ફલૂ જેવા રોગચાળામાં થઈ રહેલો વધારો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

એસઆઈએની ટીમમા હવે પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની દેખાઈ રહેલી ઉત્‍સુકતા

vartmanpravah

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah

ચીખલીના સારવણીમાં રાત્રી દરમિયાન મકાન જમીદોસ્‍ત થતાં દંપતિ ઈજાગ્રસ્‍તઃ સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા

vartmanpravah

Leave a Comment