Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા. 13 થી 15 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ જિલ્લામાં તા.13 થી 15 માર્ચ 2023ના રોજ હળવાથી મધ્‍યમ કમોસમી વરસાદ/ગાજવીજ સાથે પડી શકે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ પરિસ્‍થિતિમાં ખેડૂતોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે. કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્‍પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલોપાક ખુલ્લામાં હોય તો તેને તાત્‍કાલિક સલામત સ્‍થળે ખસેડવાની કામગીરી કરવી અથવા પ્‍લાસ્‍ટીક/તાડપત્રીથી યોગ્‍ય રીતે ઢાંકી દેવુ અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતુ અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્‍થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો, એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે.
એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, આ દિવસો દરમિયાન વેચાણ અર્થે આવતી પેદાશો ખરીદવાનું ટાળવુ અથવા સુરક્ષિત રાખવી જરૂરી છે. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા ખેતીવાડી વિભાગ, કપરાડા તાલુકાના અંભેટી ગામમાં સ્‍થિત કળષિ વિજ્ઞાન કેન્‍દ્ર, પારડીના પરિયામાં સ્‍થિત કળષિ સંશોધન કેન્‍દ્ર અથવા કિસાન કોલ સેન્‍ટરનો ટોલ ફ્રી નં.18001801551 પર સંપર્ક કરવા વલસાડ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

વલસાડ જિલ્લા કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ કમોસમી વરસાદ સમયે સાવચેતી રાખવા અપીલ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારાતા.13-03-2023 થી તા.17-03-2023 દરમિયાન કમોસમી વરસાદની આગાહીને પગલે વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રેએ જિલ્લાના નાગરિકોને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા માટે અપીલ કરતા જણાવ્‍યું હતું કે, કમોસમી વરસાદના સમય દરમિયાન આકાશી વીજળી પડે ત્‍યારે ઘરમાંથી બહાર નીકળવું નહી, ખેતી પાકને તેમજ ભારે પવન ફૂંકાય તે દરમિયાન અન્‍ય નુકશાન ન થાય તથા કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તેની દરેક નાગરિકે કાળજી રાખવી.

Related posts

મોરાઈ સરપંચ લાંચ પ્રકરણમાં એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી સુરક્ષિત નથી : મળી રહી છે ધમકીઓ

vartmanpravah

દાનહઃ દપાડા પટેલાદમાં યોજાયેલા ‘પ્રશાસન આપકે દ્વાર’ કાર્યક્રમમાં કુલ 1621 અરજીઓમાંથી 458 લાભાર્થીઓને પુરી પાડવામાં આવેલી સેવા

vartmanpravah

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીની મંત્રી તરીકે તાજપોશી થતાં જિલ્લા ભાજપમાં આનંદો

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

ઉમરગામ નવી જીઆઈડીસીમાંથી ગુટખાનો જથ્‍થો ઝડપાયો : ગુટખા સહિત 3 વાહનો મળી રૂપિયા એક કરોડનો મુદ્દામાલ જપ્ત : ચાર આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ અતુલ બંગલામાં પી.એસ.આઈ. ત્રણ કોન્‍સ્‍ટેબલ સહિત 19 શરાબ-કબાબની મહેફીલ માણતા ઝડપાયા

vartmanpravah

Leave a Comment