November 30, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ઉદવાડા-પરિયાના આધાર ટ્રસ્‍ટ ખાતે ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પનું કરાયેલું આયોજન

વૈદિક ડેન્‍ટલ કોલેજના ચેરમેન પદ્મશ્રી ડો.એસ.એસ.વૈશ્‍યએ તેમના ધર્મપત્‍નિ સુશીલાબેન વૈશ્‍યની પ્રેરણાથી વૃદ્ધાશ્રમ-આધાર ટ્રસ્‍ટમાં ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પની સાથે સવાર, સાંજ અને રાત્રિ માટે તિથિ ભોજનનું પણ કરેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03
આજે ઉદવાડા-પરિયા ખાતે આવેલ આધાર ટ્રસ્‍ટમાં વૈદિક ડેન્‍ટલ કોલેજ દમણના ચેરમેન પદ્મશ્રી ડો.એસ.એસ.વૈશ્‍યએ તેમના ધર્મપત્‍નિ શ્રીમતી સુશીલાબેન એસ.વૈશ્‍યની પહેલ ઉપર ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આધાર ટ્રસ્‍ટ વૃદ્ધોના ઉત્તમ રહેઠાણનું મુખ્‍ય મથકબનેલ છે.
વૈદિક ડેન્‍ટલ કોલેજ દમણના ડો. ડિમ્‍પલ બજાજ, ડો. ક્‍ષ્‍નિા અગ્રવાલ અને અન્‍ય સહયોગી ડોક્‍ટરોએ લગભગ 167 જેટલા વયોવૃદ્ધોના દંતની ચિકિત્‍સા કરી હતી અને પદ્મશ્રી ડો. એસ.એસ.વૈશ્‍ય અને તેમના ધર્મપત્‍નિ શ્રીમતી સુશીલાબેન એસ.વૈશ્‍યના સહયોગથી સવારનો નાસ્‍તો, બપોરનું ભોજન અને રાતનું વાળું પણ તિથિ ભોજનના રૂપે કરાવવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ વિભાગ એસટી કર્મચારી મંડળની સમાન્‍યસભા આંબેડકર હોલમાં યોજાઈ

vartmanpravah

ધરમપુરના બામટીમાં હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની અડફેટમાં આવી ગયેલ મોપેડ સળગી ખાખ થઈ ગયું

vartmanpravah

રવિવારે દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

ચીખલીના ફડવેલમાં કેબલ વાયર રિપેરીંગ સમયે વીજ કંપનીના રાનકુવા સબ ડિવિઝનના આસિસ્‍ટન્‍ટ લાઈનમેનને કરંટ લાગતા મોત

vartmanpravah

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

vartmanpravah

Leave a Comment