April 19, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પર લાઈટીંગ અને બ્લેકસ્પોટ મુદ્દે બેદરકાર NHAIને જિલ્લા મેજિસ્ટ્રેટે રૂ. ૭૫૦૦નો દંડ ફટકાર્યો

જિલ્લાના તમામ ઓવરબ્રિજ પર સમારકામ કરી યોગ્ય રોડ સાઈનની કામગીરી પણ કરી ન હતી : NHAIના અધિકારીઓને વારંવાર ટેલિફોનિક અને પત્ર વ્યવહારથી જાણ કરાઈ છતાં કોઈ અધિકારી બેઠકમાં હાજર રહેતા ન હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: માર્ગ સલામતી નાગરિકોના જીવન સાથે સંકળાયેલી અતિ ગંભીર બાબત છે પરંતુ તેમ છતાં વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે ઉપર લોકોની સલામતી માટે જરૂરી પગલા ભરવામાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સતત દુર્લક્ષ સેવ્યું હતું. જેથી વલસાડ ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટીના અધ્યક્ષ અને જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ NHAI PIU ભરૂચના પ્રોજેક્ટ ડાયરેકટર સુરજકુમાર સિંહને રૂ. ૭૫૦૦નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
વલસાડ ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટીની બેઠક તા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ મળી હતી. જેમાં રોડ સેફટીને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નેશનલ હાઈવે ૪૮ પર વલસાડ જિલ્લામાં આવતા તમામ ઓવરબ્રિજ પર સમારકામ કરી યોગ્ય રોડ સાઈન તથા રાત્રિના સમયે લાઈટીંગ વ્યવસ્થા કરવા તેમજ રોડ માર્કિંગની કામગીરી તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. નામદાર સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફટીના દિશા નિર્દેશ મુજબ વખતો વખત બ્લેકસ્પોટની રૂબરૂ મુલાકાત લઈ બ્લેક સ્પોટના સુધારાલક્ષી કામગીરી કરવાની હોવાથી NHAIના અધિકારીઓને વારંવાર ટેલિફોનિક અને પત્ર વ્યવહારના માધ્યમથી જાણ કરવામાં આવી હતી છતાં કોઈ અધિકારી હાજર રહ્યા ન હતા અને બલેક સ્પોટ તેમજ ઓવરબ્રિજ પર લાઈટીંગની કામગીરી સમય મર્યાદામાં કરી ન હતી. કામગીરી બાાબતનો રૂબરૂ અહેવાલ પણ જિલ્લા રોડ સેફટી કમિટીના અધ્યક્ષશ્રીને મોકલ્યો ન હતો. જેથી નોટિસ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અનુસંધાન સુનિશ્ચિત કરવા સૂચના આપી આ કામગીરી પૂર્ણ કરવા સંબંધિતોને નોટિસ આપવા નક્કી કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ (પીઆઈયુ) નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેકટર સુરજકુમારસિંહને દિન ૭માં ખુલાસો કરવા જણાવ્યું હતું. જે અંગે પ્રોજેક્ટ ડાયરેકટરે દુર્લક્ષ સેવી નિષ્કાળજી દાખવી હતી. જેથી ગુજરાત રોડ સેફટી ઓથોરિટી એક્ટ ૨૦૧૮ અન્વયે જિલ્લા માર્ગ સલામતી સમિતીના અધ્યક્ષ અને જિલ્લા મેજિસ્ટ્રેટને મળેલી સત્તા મુજબ આપવામાં આવેલી સૂચનાઓનું પાલન ન કરી અત્યંત ઉદાસીન વલણ દાખવવામાં આવ્યું છે. જેથી ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટીના અધ્યક્ષશ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ક્ષિપ્રા આગ્રેએ પોતાની મળેલી સત્તાની રૂએ તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૩થી તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી પ્રતિદિન ઉપરોક્ત કામગીરી કરવાના હુકમનું પાલન ન કરતા ગુજરાત રોડ સેફટી ઓથોરિટી એક્ટ ૨૦૧૮ની કલમ ૧૭ મુજબ પ્રતિદિન રૂ. ૫૦૦ લેખે ૧૫ દિવસના રૂ. ૭૫૦૦ દંડ ફટકારતો હુકમ કર્યો છે.

NHAI ભરૂચ દ્વારા કઈ કઈ બાબતે દુર્લક્ષ સેવવામાં આવ્યું

૧. જિલ્લા કક્ષાની રોડ સેફટી કમિટીના અધ્યક્ષશ્રી દ્વારા તા. તા. ૧૭ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ મળેલી બેઠકમાં એનએચએઆઈના પ્રતિનિધિને રેમન્ડ ફેક્ટરી પારડી પાસેના ઓવરબ્રિજ પર તેમજ ને.હા.નં.૪૮ પરના વલસાડ જિલ્લાના તમામ ઓવરબ્રિજ પર રાત્રિના સમયે લાઈટીંગ વ્યવસ્થા તથા રોડ માર્કિંગની કામગીરી બાબતે જિલ્લા રોડ સેફટી કમિટીની બેઠકમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં કામગીરી પૂર્ણ કરી અહેવાલ મોકલી આપવા જણાવ્યું હતું. પરંતુ તેમ છતાં આજ દિન સુધી રિપોર્ટ મોકલ્યો ન હતો.
૨. ને.હા.નં. ૪૮ના ઓવરબ્રિજ પર રાત્રિના સમ.ે લાઈટીંગ ન હોવાના કારણે તેમજ રોડ સાઈન બોર્ડ અભાવે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. જે અતિ ગંભીર બાબત છે. આ અંગે વારંવાર જિલ્લા રોડ સેફટી મીટિંગમાં સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં નિષ્કાળજી દાખવી છે.
૩. નામદાર સુપ્રીમ કોર્ટ કમિટીઓના રોડ સેફટી બાબતે વખતો વખતના દિશા નિર્દેશ મુજબ બ્લેકસ્પોટની રૂબરૂ મુલાકાત કરી સુધારાલક્ષી કામગીરી કરવાની થાય છે. જે બાબતે વારંવાર ટેલિફોનિક અને પત્રવ્યવહારથી જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ પ્રતિનિધિ હાજર રહ્યો ન હતો.

Related posts

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah

મોતીવાડામાં 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ માટે પ્રફુલભાઈ પટેલનું આગમન એક દૈવી અવતારથી પણ ઓછું નથી

vartmanpravah

કપરાડા કુંભઘાટ ચઢી નહી શકતા કપાસના બી ભરેલી ટ્રક પલટી મારી ગઈ : કોઈ જાનહાની નહી

vartmanpravah

વલસાડ સેગવી પંચાયત ભાજપના સરપંચના નિવાસ સ્‍થાને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું સન્‍માન

vartmanpravah

વાપી ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની ટીમ હિંમતનગર ખાતે ક્રિકેટ ટુર્નામેન્‍ટ રમવા રવાના થઈ

vartmanpravah

Leave a Comment