September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુવા કોંગ્રેસએ વોર્ડ નં.8 નાઝાબાઈ રોડના નવિન આર.સી.સી. રોડની મંથરગતિ કામગીરી અંગે આવેદન પાઠવ્‍યું

કોન્‍ટ્રાક્‍ટર દ્વારા એક વર્ષનો સમય વિતી જવા છતાં કામગીરી પૂર્ણ કરાઈ નથી તેથી બ્‍લેકલીસ્‍ટ કરવાની માંગણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી પાલિકા હદ વિસ્‍તારમાં આવેલ વોર્ડ નં.8 નાઝાબાઈ રોડ શાકભાજી માર્કેટમાં નવો આર.સી.સી. રોડ બનાવવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરાઈ હતી પરંતુ એક વર્ષ ઉપરાંતનો સમય વિતી જવા છતાં કામગીરી અધુરી ઠેર ના ઠેર રહી છે તેથી વાપી યુવા કોંગ્રેસએ ગતરોજ પાલિકા ચીફ ઓફિરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
આવેદનપત્ર મુજબ પાલિકા વોર્ડનં.8 નાઝાબાઈ રોડ શાકભાજી માર્કેટમાં નવિન આર.સી.સી. રોડ બનાવવા માટે પાલિકાએ ત્રણ માસની મર્યાદામાં રોડ બનાવવાનો ઠેકેદારને કોન્‍ટ્રાક્‍ટ આપ્‍યો હતો. જેની સમય અવધી પૂર્ણ થઈ ચૂકી છે. જ્‍યાં ત્‍યાં ખાડાઓ ખોદી રાખી એક વર્ષ વિતવા છતાં રોડની કામગીરી પૂર્ણ થઈ શકી નથી. સ્‍થાનિક જનતા અને શાકભાજી માર્કેટના વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે તેથી ઠેકેદારને બ્‍લેક લીસ્‍ટ કરવાની યુથ કોંગ્રેસે માંગણી કરી છે. તેમજ રોડ જલ્‍દી પુરો થાય તેવી તજવીજ હાથ ધરવી જોઈએ. આવેદનપત્ર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણસિંગ ઠાકુર, પાલિકા વિરોધપક્ષના નેતા ખંડુભાઈ પટેલ અને શાકભાજીના વેપારીઓની ઉપસ્‍થિતિમાં સી.ઓ.ને સુપરત કરાયુ હતું. ઉલ્લેખનીય છે કે, આ વોર્ડ પાલિકાના ઉપ પ્રમુખનો વિસ્‍તાર હોવા છતાં દિવા તળે અંધારુ જોવા મળેલ છે.

Related posts

ઉમરગામની સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપીના વલસાડ પોસ્‍કો કોર્ટે જામીન ફગાવ્‍યા

vartmanpravah

નાની દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા Modi@20 પુસ્‍તક પર સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

દમણની જવાહર નવોદય વિદ્યાલયમાં યુવા સંસદ યોજાઈઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે વિદ્યાર્થીઓને આપેલો જોશ

vartmanpravah

બલીઠા ચેકપોસ્‍ટ પાસેથી વેફર-ચીપ્‍સ બોક્ષની આડમાં રૂા.ર.રપ લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ દમણ દ્વારા કપરાડાના મુળગામ, ગવટકા તથા ચાંદવેંગણના ગરીબ જરૂરિયાતમંદ લોકોને ધાબળા અને કપડાંનુ કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment