April 24, 2024
Vartman Pravah
Breaking Newsવલસાડ

આજે વયનિવૃત્ત થયેલા જિલ્લા માહિતી કચેરી ભરૂચના નાયબ માહિતી  નિયામક અને વલસાડ જિલ્લાના ઇનચાર્જ નાયબ માહિતી નિયામક અનિલભાઇ બારોટનો નિવૃત્તિ વિદાય સમારોહ વલસાડ ખાતે યોજાયો

ટીમવર્કથી ખાતાની કામગીરી પરિણામલક્ષી બને છે આર. આર. રાઠોડ, સંયુકત માહિતી નિયામક, સુરત

વલસાડ તા.૩૦: જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતે આજે તા.૩૦/૧૧/૨૦૨૧ ના રોજ વયનિવૃત્ત થયેલા જિલ્લા માહિતી કચેરી ભરૂચના વડા અને વધારાનો વલસાડ જિલ્‍લાનો વધારાનો હવાલો સંભાળતા નાયબ માહિતી નિયામકશ્રી અનિલભાઇ બારોટનો સુરતના પ્રાદેશિક માહિતી કચેરીના વડા સંયુકત માહિતી નિયામકશ્રી રાજેન્‍દ્રભાઇ રાઠોડની વિશેષ ઉપસ્‍થિતિમાં નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે સુરતના સંયુકત માહિતી નિયામકશ્રી રાજેન્‍દ્રભાઇ રાઠોડે આજે વયનિવૃત્ત થયેલા ભરૂચના જિલ્લાના નાયબ માહિતી નિયામકશ્રી અનિલભાઇ બારોટની માહિતી ખાતામાં ૩૦ વર્ષની સંનિષ્‍ઠ સેવાઓની નોંધ લઇ, શ્રી બારોટનું નિવૃત્તિમય જીવન સુખમય, નિરામય પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ વેળાએ શ્રી બારોટને તેમની નિવૃત્તિ વેળાએ શાલ, શ્રીફળ અને મોમેન્‍ટો આપીને સંયુકત માહિતી નિયામકશ્રી રાઠોડે સન્‍માન કર્યુ હતું. વધુમાં માહિતી ખાતાની કામગીરી એ વિશિષ્‍ટ પ્રકારની કામગીરી છે આ કામગીરીને ધ્‍યાને લઇ રાજય સરકારની પ્રચાર અને પ્રસારની કામગીરી સમયમર્યાદામાં અને ત્‍વરિત કરવાની હોય છે, એ સંજોગોમાં ટીમવર્કથી કામો કરવામાં આવે તો આ કામ સમયમર્યાદામાં અને પરિણામલક્ષી બને છે. કચેરીના તમામ સભ્‍યો કચેરી કામગીરીમાં મહત્તમ સમય રોકાયેલા હોય તેવા સંજોગોમાં તમામ સભ્‍યોએ એકસાથે રહીને પરિવારની ભાવનાથી કાર્યો પૂરા કરવા માટે આ તબક્કે શ્રી રાઠોડે જણાવ્‍યું હતું.

આજે વયનિવૃત્ત થયેલા નાયબ માહિતી નિયામકશ્રી અનિલભાઇ બારોટે જિલ્લા માહિતી કચેરી વલસાડ દ્વારા તેમના વયનિવૃત્તિ સમારોહ યોજાવા બદલ આભાર વ્‍યકત કર્યો હતો. શ્રી બારોટે વલસાડ જિલ્‍લામાં વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૪ ના સમયગાળા દરમિયાન સીનીયર સબ એડિટર તરીકે કરેલ ફરજના સમયગાળાને ધ્‍યાને લઇ જણાવ્‍યું હતું કે, વલસાડ જિલ્લો એ તેમનો હંમેશા પ્રિય જિલ્લો રહયો છે અને વલસાડમાં તેઓને તત્‍કાલીન સમયગાળામાં અને હાલમાં પણ તેમને તેમની આ જિલ્‍લાની વધારાના હવાલાની કામગીરી કરવામાં સરળતા રહી છે, અને કચેરીમાં તમામ કામો ટીમવર્કની ભાવનાથી થઇ રહયા છે જે એક સારી બાબત છે એમ જણાવી વલસાડના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો તેમને વલસાડ જિલ્‍લાના વધારાના હવાલા દરમિયાન મળેલા સાથ સહકાર અને પ્રેમ તેઓ ભૂલી શકશે નહિં તેમ જણાવ્‍યું હતું.

આ પ્રસંગે જિલ્‍લા માહિતી કચેરીના અધિક્ષકશ્રી અક્ષય દેસાઇએ તેમના પ્રાસંગિક ઉદ્‌બોધનમાં તત્‍કાલીન સમયગાળા તરીકેના તેમના અને આજે વયનિવૃત્ત થયેલા નાયબ માહિતી નિયામકશ્રી બારોટ સાથેના સંસ્‍મરણોની યાદો તાજી કરી હતી. આ વેળાએ જિલ્લા માહિતી કચેરીના સુપરવાઇઝરશ્રી મહેશ પટેલ, ઓપરેટરશ્રી પ્રફુલ પટેલે પ્રાસંગિક તેમના પ્રવચનો કર્યા હતા. વયનિવૃત્ત થયેલા શ્રી બારોટને આ તબક્કે જિલ્‍લા માહિતી કચેરી વલસાડના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી હિતેન્‍દ્રભાઇ તાડા અને સર્વે સ્‍ટાફગણે શ્રી બારોટનું નિવૃત્ત જીવન સુખમય અને નિરામય પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.

શ્રી બારોટે તેમની ૩૦ વર્ષની માહિતી ખાતાની કારકિર્દીમાં માહિતી મદદનીશ તરીકે એપ્રિલ-મે ૧૯૯૨ થી નવેમ્‍બર-૧૯૯૮ સુધી પ્રચાર એકમ વિરમગામ, ૧૯૯૮ થી ૨૦૦૦ સુધી રાજભવન-ગાંધીનગર, ૨૦૦૦ થી ૨૦૦૪ સીનિયર સબ એડિટર તરીકે જિલ્લા માહિતી કચેરી, વલસાડ ખાતે, ૨૦૦૪ થી ૨૦૧૨ સુધી નાણાં વિભાગમાં પ્રતિનિયુક્‍તિ તરીકે, ૨૦૧૨ થી માર્ચ-૨૦૧૪ સુધી સામાન્‍ય વહીવટ વિભાગની ચૂંટણી શાખામાં, એપ્રિલ-૨૦૧૪ થી નવે-૨૦૧૪ સુધી સહાયક માહિતી નિયામક તરીકે જિલ્લા માહિતી કચેરી-બોટાદ ખાતે, ડિસેમ્‍બર-૨૦૧૪ થી ડિસેમ્‍બર-૨૦૧૯ સુધી વડી કચેરી ગાંધીનગર ખાતે, ડિસેમ્‍બર-૨૦૧૯થી નવેમ્‍બર-૨૦૨૧ સુધી જિલ્લા માહિતી કચેરી-ભરૂચ ખાતે નાયબ માહિતી નિયામક તરીકે અને વલસાડ જિલ્લા કચેરીનો વધારાનો હવાલો સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.

આ કાર્યક્રમમાં વલસાડ કચેરીના જુ. કલાર્ક શ્રીમતી સુનિતા પટેલ, ફેલો શ્રી કલ્‍પેશ હળપતિ, ડ્રાયવરો સર્વશ્રી યોગેશ પટેલ, યશ પટેલ, ફોટોગ્રાફર હિમેશ પટેલ અને પટાવાળાઓ સર્વશ્રી નવીન પટેલ, નરેશ આહિર અને કાન્‍તિ પટેલ હાજર રહયા હતા.

Related posts

2024 લોકસભા ચૂંટણીની તૈયારીનો આરંભ સાંસદ લાલુભાઈ પટેલે દીવ જિલ્લામાં જન સંપર્ક અભિયાન અને ટિફિન બેઠકનું કરેલું આયોજન

vartmanpravah

વાપી નામધા પંચાયતમાં કચરો ઉપાડવા પેટે 2500 ની લાંચ લેતા પંચાયત સભ્‍ય ઝડપાયો

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રાતે બેફામ દોડતી બે બાઈક ભટકાતા ગંભીર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

લીગલ સર્વિસ ઓથોરિટી દમણ અને એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ક્‍વીઝ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

યુઆઇએ ચૂંટણી જંગમાં યુવા ઇન્‍ડસ્‍ટ્રીયલ ટીમને ટેક્‍સટાઇલ અને ગારમેન્‍ટ્‍સના ઉદ્યોગપતિઓએ જાહેર કરેલું સમર્થન

vartmanpravah

Leave a Comment