October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી મેચમાં મુંબઈને 191રને હરાવી ગુજરાતની ટીમ ચેમ્‍પિયન બની

ગુજરાતના બોલર વિશાલ જયશ્વાલે 17 ઓવરમાં 41 રન આપી 5 વિકેટ લઈ બાજી જીતમાં પલટી દીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડમાં વલસાડ ડિસ્‍ટ્રિક ક્રિકેટ એસો. (બી.ડી.સી.એ.)ના સરદાર પટેલ સ્‍ટેડિયમમાં છેલ્લા ત્રણ દિવસથી કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી મેચ ગુજરાત અને મુંબઈની ટીમની ફાઈનલ મેચ રમાઈ રહી હતી. જેમાં રમતના અંતે બે દાવમાં મુંબઈ ટીમને 191 રને હરાવી ગુજરાતની ટીમ ચેમ્‍પિયન બની હતી.
ગુજરાતની ટીમના ખેલાડીઓ છેલ્લા 211 દિવસથી દેશના વિવિધ સ્‍ટેડિયમમાં કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીની મેચો વિવિધ ટીમો સાથે રમી રહ્યા હતા. પાઈનલ મેચ વલસાડના બી.ડી.સી.એ. ગ્રાઉન્‍ડમાં રમાઈ હતી. જેમાં ગુજરાતની ટીમે પ્રથમ દાવમાં 199 રન કર્યા હતા. મુંબઈની ટીમે જવાબમાં 189 માં ઓલઆઉટ થઈ હતી. બીજા દાવમાં સેકન્‍ડ ઈનિંગમાં ગુજરાતની ટીમ 309 રન કરી મુંબઈને ટાર્ગેટ આપ્‍યો હતો. જેમાં મુંબઈની ટીમ 128 રનમાં ઓલઆઉટ થઈ જતા ગુજરાતની ટીમ ફાઈનલ વિજેતા ચેમ્‍પિયન બની હતી. મેચમાં વિશાળ જયશ્વાલે 17 ઓવરમાં 41 રન આપી 5 વિકેટ ખેરવી મેચની બાજી પલટી દીધી હતી. આ ક્રિકેટ મેચ બી.સી.સી.આઈ. તરફથી યોજાઈ હતી. જેમાં ટીમ ઈન્‍ડિયા માટે નવા પ્‍લેયરનો સિલેકશન પણરાખવામાં આવ્‍યો હતો.

Related posts

સેલવાસના નક્ષત્ર વન ઉલ્‍ટન ફળિયાની મુખ્‍ય ગટર નજીક બિલ્‍ડરે કરેલું દબાણઃ ચોમાસામાં લોકોને મુશ્‍કેલી ઉભી કરશે

vartmanpravah

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

વલસાડમાં શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

પારડી પોલીસ લાઈન પાછળથી 10 જુગારીયાનેઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વાપી એસ.ઓ.જી.ને મળેલી સફળતા : બે પિસ્‍તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે પાંચને ઝડપી પાડયા

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનો સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment