Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની પાંચ વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ.ના ટોપ ટેનમાં આવી ઐતિહાસિક સિધ્‍ધી પ્રાપ્ત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિન્‍ટર ડિસેમ્‍બર-2022માં લેવાયેલી અંતિમ વર્ષ બી. ફાર્મસીના સાતમાં સેમેસ્‍ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારાતારીખ 14/03/2023 મંગળવારના રોજ જાહેર કરેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. આ જાહેર થયેલા પરિણામમાં પાંચ વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહ્યા છે તથા 12 વિદ્યાર્થીઓએ 9.00 થી વધુ એસ.પી.આઈ. અને 40 વિદ્યાર્થીઓએ 8.00 થી વધુ એસ.પી.આઈ. મેળવી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે, જેમાં કરીના લક્ષ્મણ યાદવ 9.57 એસ.પી.આઈ. મેળવી સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો છે તેમજ પુજારી વંદના શિવા 9.43 એસ.પી.આઈ. મેળવી છઠ્ઠા ક્રમે, તિવારી નંદિની જયનારાયણ 9.43 એસ.પી.આઈ. મેળવી સાતમાં ક્રમે, શિંદે સિધ્‍ધિ સુહાસ 9.43 એસ.પી.આઈ. મેળવી આઠમાં ક્રમે અને પટેલ ધ્રુવિની ઠાકોરભાઈ 9.36 એસ.પી.આઈ. મેળવી નાવમો ક્રમ પ્રાપ્ત કરી સંસ્‍થા અને કોલેજની સિધ્‍ધિમાં વધારો કરી સમગ્ર વલસાડ જિલ્લાનું નામ રોશન કરું છે જે ખૂબજ ગૌરવની બાબત છે.
આવી ઐતિહાસિક સિધ્‍ધી બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પુરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ,કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપી ભવિષ્‍યમાં પણ આવી પ્રગતિ કરો એવા આશીર્વાદ પાઠવ્‍યા હતા.

Related posts

વાપીના છરવાડા પંચાયતના કથિત ભ્રષ્‍ટાચારને માજી સરપંચએમાહિતી અધિકાર હેઠળ 7 વાર અરજી કરી

vartmanpravah

ચીખલી હાઈવે ચાર સ્‍તા પાસે ખાડાઓના સામ્રાજ્‍યથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

બિપરજોય વાવાઝોડા ઉપલક્ષમાં વલસાડ જિલ્લા પ્રશાસન એલર્ટ : કોસ્‍ટગાર્ડ-એન.ડી.આર.એફ.ની ટીમો સજ્જ

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા 5વન અગ્રવાલ

vartmanpravah

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

vartmanpravah

વાપી નૂતનનગરમાં ઘરની સામે પાર્ક કરેલી ઈકો કાર રાતમાં ઉપડી ગઈ

vartmanpravah

Leave a Comment