August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પશ્ચિમમાં પુલ ધ્‍વંશ કરવાની કામગીરીમાં રસ્‍તા ઉપર અનેક લટકતા જોખમી વાયરો દુર્ઘટનાને આમંત્રી રહ્યા છે

પુલ પાડી રહેલ એજન્‍સીએ લટકતા વાયરો દૂર નહી કરીને દાખવેલી બેદરકારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપીમાં હાલમાં રેલવે ફલાય ઓવરપાડવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પૂર્વ સાઈડનો પુલ પાડી દેવાયો છે પરંતુ પશ્ચિમ ચલા તરફ પુલ પાડવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન ચલા જતા સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર વાયરો અનેક જગ્‍યાએ લટકી રહ્યા છે જે અવર જવર કરતા વાહનો માટે જોખમી પુરવાર થઈ રહ્યા છે.
વાપી ઝંડાચોકથી જલારામ ખમણથી આગળ હાલમાં એજન્‍સી દ્વારા જુનો પુલ પાડવાની કામગીરી ચાલુ છે. આ કામગીરી આડેધડ ચલાવાઈ રહી છે. સર્વિસ રોડની સાઈડમાં અનેક ડી.પી. વિજપોલ આવેલા છે તેના જીવંત વાયરો રીતસર રસ્‍તા રોડ ઉપર લટકી રહ્યા છે. વાહનો વાયરો અટકે નહી તેમ સાવચેતી પસાર થઈ રહ્યા છે. નરી આંખે દેખાતું જોખમ હોવા છતાં પુલ પાડી રહેલી એજન્‍સીની બેદરકારી સામે આવી રહી છે ત્‍યારે કોઈ દુર્ઘટના ઘટે તેની શું રાહ જોવાઈ રહી છે? જાહેર સલામતિ માટે એજન્‍સીએ લટકતા વાયરો તાકીદે દૂર કરવા જોઈએ તેવી લોકોની માંગણી છે.

Related posts

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત”જિલ્લાકક્ષા રંગોળી સ્પર્ધા ૨૦૨૧-૨૨”માં ભાગ લેવા બાબત

vartmanpravah

દાહના પાટી ગામથી ગેરકાયદેસર ખેરના લાકડા સાથે બે આરોપી ઝડપાયા

vartmanpravah

વાપી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષ કેદની સજા અને ચેકની બમણી રકમ ચૂકવવાનો આદેશ આપ્‍યો

vartmanpravah

લોકસભા ચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં આદર્શ આચારસંહિતાના ભાગરૂપે દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં 13.23 લાખની રોકડ અને 5.80 લાખનો જપ્ત કરેલો દારૂ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે બહુસ્‍તરીય બેઠકનું કરેલું નેતૃત્‍વ 

vartmanpravah

દમણના મગરવાડા ખાતે દુધી માતા મંદિર પરિસરમાં વિશ્વ પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારીના દરબારમાં ઉમટેલો માનવ મહેરામણ

vartmanpravah

Leave a Comment