Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ 

ચાલુ માસમાં રૂા.1.23 કરોડ સાથે કુલ રૂા.15 કરોડથી વધુની વસૂલાત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા વેરા વસૂલાત અભિયાનને વેગ આપવા બાકીદારોની 8 ઓફિસ તથા 1 ગેરેજને તાળું મારવા ઉપરાંત સુલપડની બે ચાલીના નળ જોડાણ કાપવામાં આવ્‍યા હતા. ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ટેક્ષ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ રાકેશ ઠક્કર, ટેક્ષ ઈન્‍સ્‍પેકટર દીપક ચભાડીયા તથા ક્‍લાર્ક શશીકાંતની ટીમે વાપીના પૃથ્‍વી કોર્નરમાં 1, સાઈ કોમ્‍પલેક્‍સમાં 2, હીના આર્કેડમાં 2, અનમોલ ટાવરમાં 2, શોપર્સ સ્‍ટોપમાં 1 ઓફિસ મળી કુલ 8 ઓફિસ તથા અમલ કોમ્‍પ્‍લેક્ષમાં 1 ગેરેજને તાળું મારવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત સુલપડ વિસ્‍તારના ચાલીના રૂમોના માલિકોને લાંબા સમયથી બાકી ઘરવેરો ભરવા નોટિસો આપવામાં આવી હતી. પરંતુ વેરો ભરવામાં ઉદાસીન રહેતા પાણી વિભાગ દ્વારા બે ચાલીના નળ જોડાણ કાપવામાં આવ્‍યા હતા. ઘરવેરા વિભાગ દ્વારા હાલમાં ચલા વિસ્‍તારની આઠ સોસાયટીઓના ઘણા ફલેટ માલિકોએઘરવેરો ભર્યો ના હોય ત્રણ દિવસમાં ભરી જવાની નોટીસ આપી છે. જો સોસાયટીનો વેરો નહી ભરાય તો નળ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વાપી પાલિકાએ રૂા.1726.79 લાખના માંગણા સામે અત્‍યાર સુધીમાં રૂા.1507.89 લાખની વસૂલાત કરી 87.32 ટકા રીકવરી કરી છે. પાલિકાના ઘરવેરા વિભાગે માર્ચ માસમાં અત્‍યાર સુધીમાં રૂા.1.23 કરોડની વસૂલાત કરવામાં સફળતા મેળવી છે.

Related posts

કચીગામમાં એકતા દિવસના ઉપલક્ષમાં ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

યુનેસ્‍કો પ્રેરિત એઆરસી એડટેક સંસ્‍થા દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલને ગ્‍લોબલ સસ્‍ટેનેબિલિટી એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah

ઉમરગામ તાલુકાના સરપંચોમાં સાંસદ કે. સી. પટેલ પ્રત્‍યે ભારે નારાજગી

vartmanpravah

વાપીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ધુમધામ પૂર્વક ઉજવણી

vartmanpravah

દમણમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે કરાશે

vartmanpravah

Leave a Comment