September 6, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડા અને ભામટીની શાળામાં પંચાયતે શ્રીઅન્‍નની જાગૃતિ માટે વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓ સાથે કરેલો સંવાદ

સરપંચ મુકેશ ગોસાવીએ વિદ્યાર્થીઓ અને વાલીઓનેબાજરી, જુવાર અને નાગલી(રાગી) જેવા ધાન્‍યોનું પોષણમૂલ્‍ય સમજાવી રોજીંદા આહારમાં ઉપયોગમાં લેવા પ્રેરિત કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય અંતર્ગત કૃષિ અને ખેડૂત કલ્‍યાણ વિભાગ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મિલેટ્‍સ (શ્રીઅન્‍ન) વર્ષ 2023ના ભાગરૂપે એક સપ્તાહ માટે જાગૃતિ અભિયાન ચલાવવા આપેલા નિર્દેશ અંતર્ગત સંઘપ્રદેશના પંચાયતી રાજ વિભાગ દ્વારા વિવિધ પંચાયતોમાં વિશેષ ગ્રામસભા તથા શાળાઓમાં શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદનું આયોજન હાથ ધર્યું છે. જેની કડીમાં આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા દમણવાડા અને ભામટી શાળામાં શ્રીઅન્‍ન અંગે માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલથી આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે જાડા ધાન(મિલેટ્‍સ)નું મહત્‍વ સ્‍વીકારાયું છે. આજે બાજરી, જુવાર, નાગલી, કોદરી જેવા ધાન્‍યોની પોષણક્ષમતા ઉપર આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે પણ મહોર મરાઈ છે.
શ્રી મુકેશ ગોસાવીએ દમણવાડા અને ભામટી શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને જુવાર, બાજરી અને નાગલી(રાગી)નો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, જુવાર, બાજરી, નાગલી(રાગી)જેવા અનાજમાંથી ભરપુર માત્રામાં કેલ્‍શિયમ, આયર્ન જેવા પોષકતત્ત્વો મળે છે. ડાયાબિટિશમાં ડોક્‍ટરો પણ જુવાર, બાજરી અને નાગલી જેવા ધાન્‍ય ખાવા માટે ભલામણ કરે છે. ત્‍યારે આ અનાજનો વધુમાં વધુ ઉપયોગ કરવા માર્ગદર્શન આપ્‍યું હતું.
દમણવાડા સ્‍કૂલના ઉચ્‍ચ પ્રાથમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાના બાળકો, ભામટી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય, શિક્ષકો તથા વાલીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના અને દમણવાડા તથા ભામટી શાળાના ઈન્‍ચાર્જ આચાર્યો તથા શિક્ષકોએ પણ શ્રીઅન્‍નનું મહત્‍વ સમજાવ્‍યું હતું.

Related posts

કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલે ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન કરી અનુભવેલી ધન્‍યતા

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ગણપતિ મહોત્‍સવનું ભક્‍તિભાવ સાથે વિસર્જન

vartmanpravah

વંકાસ ભિલાડ સંજાણ રોડ ઉપરથી તલાસરીની દસ વર્ષની બાળકીની મળી આવેલી લાશ

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા સોફટવેલ ટેકનોલોજી ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સ્‍પો તા.22 થી 24 ડિસે. સુધી શરૂ

vartmanpravah

Leave a Comment