January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ-પાનકાર્ડ લિંક અને સુધારો-વધારો કરવા માટે અરજદારોની લાગેલી કતારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.24: ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ પાનકાર્ડ લિંક કરવાની કામગીરી વચ્‍ચે આધારકાર્ડ પાનકાર્ડમાં ભૂલો સુધારવા માટે અરજદારોની લાંબી કતાર લાગતા મુશ્‍કેલી પડતા રોષ ફેલાઈ જવા પામ્‍યો છે.
સરકાર દ્વારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની મુદત 31-માર્ચઆપવામાં આવી છે. આ દરમ્‍યાન આધારકાર્ડ-પાનકાર્ડમાં નામોની જોડણીમાં ભૂલ, જન્‍મ તારીખ, ઉંમર વગેરેમાં ભૂલ કે તફાવત હોય તેને સુધારવાનું અરજદારો માટે આવશ્‍યક બનતા હાલે તાલુકા સેવા સદનમાં અરજદારોની મોટી ભીડ જોવા મળી રહી છે. આવી જ સ્‍થિતિ સાયબર કાફેમાં પણ થવા પામી છે.
આધારકાર્ડ-પાનકાર્ડ લિંક ન થયા હશે તેઓના બેંકના ખાતાઓ સ્‍થગિત થશે તેવી ભીતિ વચ્‍ચે લોકોની દોડધામ વધી જવા પામી છે. યોગ્‍ય માર્ગદર્શનના અભાવે ખાસ કરીને સામાન્‍ય માણસોની હાલત કફોડી બનવા પામી છે.
હવે એ કામગીરી પુરજોશમાં હોય સર્વર પણ ધીમું ચાલતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. અને જેને પગલે લોકોએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની નોબત આવી છે. બીજી તરફ કેટલાક તકસાધુઓ આ તકનો લાભ લઈ વધુ રકમ વસુલાત કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
આ ઉપરાંત જન્‍મ તારીખમાં ભૂલ સુધારવા માટે જન્‍મનો અસલ દાખલો માંગવામાં આવતા ખાસ કરીને સિનિયર સિટીઝનોની મુશ્‍કેલી વધવા પામી છે. 50-60 વર્ષ પહેલાનો જન્‍મનો દાખલો મેળવવો અનેક મુશ્‍કેલીઓ સર્જાતી હોય સરકારના આયોજન વિનાના કારભારમાં સામાન્‍ય માણસોએ ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે.

Related posts

વાપીમાં વૃષ્‍ટિ શાહનો ભવ્‍ય આરંગેત્રમ્‌ દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

દીવના પટેલવાડીની સરકારી મિડલ શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી : બાળકોને સિંહ વિશે માહિતી અપાઈ

vartmanpravah

પારડી પ્રિન્‍સેસ પાર્ક ખાતે હર્ષોલ્લાસ અને ઉમંગથી જન્‍માષ્ટમીની ઉજવણી

vartmanpravah

ચીખલી સહિત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના ત્રિપલ-સી પ્રમાણપત્રના પ્રકરણમાં ભવિષ્‍યની અસર સાથે એક ઇજાફો અટકાવવાનો હુકમ કરવામાં આવતા શિક્ષકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

ઉમરગામ પાલિકાના લાપરવહી કારભારના પરિણામે વધેલુ પ્રદૂષણ

vartmanpravah

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકયા નાયડુ સહપરિવાર લક્ષદ્વીપની મુલાકાતે : ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

Leave a Comment