October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી મચ્‍છી માર્કેટ નજીક મહિલાના ગળામાંથી બે લાખનું મગળસૂત્ર આંચકી બેગઠીયા ફરાર, સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ

ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી સફળતા મેળવતી પારડી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.24: પારડી શાકભાજી માર્કેટમાં રહેતી હંસાબેન ચંદ્રકાંત રાજભોય તળાવની પાળ ખાતે આવેલ મચ્‍છી માર્કેટમાં મચ્‍છી વેચી પોતાનું ગુજરાન ચલાવે છે.
ગઈ કાલે રાતે નવ વાગ્‍યાની આસપાસ તેઓ મચ્‍છી વેચી પોતાના ઘરે આવી રહ્યા હતા. આ દરમ્‍યાન તળાવની પાળ પર જવાના રસ્‍તા પાસેથી પાછળથી બે ગઠીયાઓએ આવી હંસાબેને ગળામાં પહેરેલ પાંચ તોલાનું કિંમત રૂપિયા બે લાખની કિંમતનું મંગળ સૂત્ર ગળામાંથી આંચકી તળાવની પાળ થઈ દમણી ઝાપા તરફ ભાગી છૂટયા હતા.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં અને હંસાબેને આપેલ પોલીસ ફરિયાદને લઈ હરકતમાં આવેલ પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. એ.ડી. ડોડીયા અને પારડી પોલીસે તાત્‍કાલિક તપાસ હાથ ધરતા ગણતરીના સમયમાં જ આ બે પેકી એક આરોપી ચરણ જ્‍યોત ઉર્ફે રાજા લાડી રહે.મોહનભાઈની ચાલી હનુમાન ડુંગરી મૂળ રહે.પંચ કોલા હરિયાણાની દમણી ઝાંપા ખાતેથી ધરપકડ કરી અન્‍ય આરોપી ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

સેલવાસના એવરેસ્‍ટ ગાર્ડન બંગલાના પ્‍લોટ પરથી પાઇપની ચોરીમાં સંડોવાયેલ ત્રણ આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના જન પ્રતિનિધિઓની ત્રિ-દિવસીય એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળા સંપન્ન

vartmanpravah

વાપીથી નાનાપોંઢા, ધરમપુર, ખાનપુર નેશનલ હાઈવે પર તંત્રએ લાખો રૂપિયાના ખર્ચે થિંગડા માર્યા પરંતુ આજે પણ ખાડાઓનું સામ્રાજ્‍ય યથાવત્‌

vartmanpravah

ચીખલીના થાલા ગામેથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરી માર્ગના સર્વિસ રોડ પર ખાડાનું સામ્રાજ્‍યઃ વિકાસ થંભી ગયો

vartmanpravah

વર્ષો પછી પહેલા વરસાદમાં કેલિયા ડેમ અને જૂજ ડેમ છલકાયાં

vartmanpravah

વાપી લવાછાના પરિવારે ઉજ્જેન મહાકાલ દરબારમાં 2.6 કિલો રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો

vartmanpravah

Leave a Comment