September 20, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના મસાટ ગ્રા.પં.ની વિવિધ સમસ્‍યાથી જિ.પં. પ્રમુખ નિશા ભવરને રૂબરૂ કરાયા

જિ.પં. પ્રમુખે વિવિધ સમસ્‍યાના નિરાકરણ માટે આપેલું આશ્વાસનઃ મસાટ વિભાગના જિ.પં. સભ્‍ય રેખાબેન પટેલ, ભાજપ મંડળ અધ્‍યક્ષ અશ્વિન પટેલ અને મહામંત્રી પ્રફુલ પટેલ સહિત કાર્યકરોની રહેલી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના મસાટ ગ્રામ પંચાયતની વિવિધ સમસ્‍યાઓથી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરને જિલ્લા પંચાયતનાસભ્‍ય શ્રીમતી રેખાબેન પટેલ અને ભાજપ મંડળ પ્રમુખ શ્રી અશ્વિન પટેલ તથા મહામંત્રી શ્રી પ્રફુલ પટેલે રૂબરૂ કરાવ્‍યા હતા.
મસાટ ગ્રામ પંચાયત વિસ્‍તારના નિરીક્ષણ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરને પંચાયત વિસ્‍તારની જર્જરિત સડકો, પાણી તથા લાઈટની સમસ્‍યાથી અવગત કરાયા હતા. કૂડાચા ગામની પાણીની સમસ્‍યાથી પણ માહિતગાર કરાયા હતા.
દાનહ જિ.પં. અધ્‍યક્ષ શ્રી નિશા ભવરે તાત્‍કાલિક સંબંધિત અધિકારીઓને મોકલી લોકોની સમસ્‍યા દૂર કરવાનું આશ્વાસન આપ્‍યું હતું. આ મુલાકાત દરમિયાન પૂર્વ પંચાયત સભ્‍ય શ્રી ધીરૂભાઈ પટેલ, શ્રી નૈનેશ પટેલ, શ્રી જશુભાઈ પટેલ, શ્રી નરસિંહ પટેલ, શ્રી રૂપેશ પટેલ, શ્રી જીતેન્‍દ્ર પટેલ સહિત કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ આરટીઓ કચેરી દ્વારા પારડીની શાળામાં રોડ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભાજપએ વિધાનસભાની તમામ પાંચ બેઠકો જીતી હિસ્‍ટોરિકલ વિક્‍ટરી નોંધાવી

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પં. દીન દયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિને ‘અંત્‍યોદય સંકલ્‍પ’ દિવસ તરીકે મનાવાયો

vartmanpravah

કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરીયા ખાતે કેરીની વિવિધ જાતોનું ૧૮ અને ૧૯ મી ના રોજ પ્રદર્શન યોજાશે

vartmanpravah

ભ્રમણા જાળમાં ફસાયેલી ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન- દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ગ્રાહકોની રૂા.1000 કરોડ કરતા વધુની ડિપોઝીટ, રૂા.પ000 કરોડની માર્કેટ વેલ્‍યુ છતાં ટોરેન્‍ટ પાવર સાથે રૂા.પપપ કરોડનો સોદો !!

vartmanpravah

રેલવે પોલીસે 2023માં વાપી સ્‍ટેશનથી રૂા.2.01 લાખના દારૂ સાથે કુલ 107 આરોપી ઝડપ્‍યા

vartmanpravah

Leave a Comment