July 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની પૂજા મહેતાએ યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતી ગૌરવ વધાર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 28: એક સ્ત્રી ગૃહિણી હોવાની સાથે સાથે પોતાની ટેલેન્ટને પણ ઉજાગર કરી શકે તેનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત વલસાડની પૂજા જિનેશ મહેતાએ પુરૂ પાડ્યું છે. બાળપણથી જ બેડમિન્ટનના પોતાના શોખને કેળવીને અનેક ચેમ્પિયનશીપ મધ્યપ્રદેશના ઇન્દોરમાં મેળવીને લગ્નના ૧૭ વર્ષ બાદ ફરીથી પોતાની ટેલેન્ટ માટે સખત પરિશ્રમ કરી તા.૨૩ માર્ચ ૨૦૨૩ના રોજ ગોવામાં રમાયેલી યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં તેમણે સીંગલ્સ અને મીક્ષ ડબલ્સમાં ( ૪૫+ કેટેગરીમાં) નેશનલ ચેમ્પિયનશીપ જીતીને મહેતા પરિવારનું અને વલસાડનું ગૌરવ વધાર્યું છે. હવે તેઓ કોરીઆ મુકામે વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. હાલ પૂજા મહેતા વલસાડ નગરપાલિકાના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં લગભગ ૫૦ જેટલાં સ્ટુડન્ટસને બેડ મિન્ટનની ટ્રેનિંગ આપી રહ્યા છે.

Related posts

કપરાડાના સિલ્‍ધની સરકારી શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન પ્રદર્શન યોજાયું

vartmanpravah

વલસાડ ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતની વિધાનસભાની બેઠકો માટે ચૂંટણીલક્ષી મહામનોમંથન હાથ ધરાયું

vartmanpravah

દમણના પાર્થ જોષીએ ગોવામાં રમાયેલી સ્‍ટેટ બેડમિન્‍ટન રેન્‍કિંગ ટુર્નામેન્‍ટમાં ડબલ્‍સમાં જીતેલો સિલ્‍વર મેડલ

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા શતરંજ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

હવે સંઘપ્રદેશમાં ધો.10થી 1રના વિદ્યાર્થીઓ પણ કોવિડ કવચથી સુરક્ષિત બન્‍યા: સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં 1પ થી 18 વયજૂથના કિશોર-કિશોરીઓના 100 ટકા વેક્‍સીનેશન માટે મળેલી સફળતા

vartmanpravah

છેલ્લા ચોવિસ કલાક દરમિયાન દાદરા નગર હવેલીના સેલવાસમાં 1.35 ઈંચ જ્‍યારે ખાનવેલમાં એક ઈંચ જેટલો વરસેલો વરસાદ

vartmanpravah

Leave a Comment