Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દમણગંગા કિનારે બિહાર એસોસિએશન દ્વારા આસ્‍થા સાથે ધૂમધામથી દ્વિતીય ચૈત્રી છઠ્ઠની ઉજવણી કરાઈ

છઠ્ઠ માતાની પૂજા સાથે સાથે આયુષ્‍માન કાર્ડ અને શ્રમયોગી કાર્ડનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.28: વાપીમાં વસતા ઉત્તર ભારતીયો માટે ખાસ ધાર્મિક પર્વ હોય તો તે છઠ્ઠ પૂજા છે. વર્ષમાં બે વાર છઠ્ઠ પૂજા પર્વની ઉજવણી કરવામાં આવે છે. કારતક છઠ્ઠ અને ચૈત્રી નવરાત્ર છઠ્ઠ પૂજા કરવાનો મહિમા હોવાથી બિરાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા દમણગંગા નદીના કિનારે સોમવારે સાંજે દ્વિતિય છઠ્ઠ પૂજાની આસ્‍થા સાથે ધામધૂમથી કરવામાં આવી હતી.
બિહાર વેલ્‍ફેર એસોસિએશન પ્રમુખ વિપુલસિંહ, કે.પી. વિદ્યાલયના ઉમેશ તિવારી અને એસોસિએશનના સભ્‍યો- હોદ્દેદારોએ સારી એવી જહેમત સાતે છઠ્ઠ પૂજાનું આયોજન કર્યું હતું. છઠ્ઠ પૂજા એસોસિએશન પાછલા 20 વર્ષથી આયોજન કરે છે. ચાર દિવસીય ચાલતી છઠ્ઠ માતાની પૂજા-અર્ચના અને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય ચઢાવવાની તથા ઉપવાસ સાથે ઉગતા અને આથમતા સૂર્યદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એસોસિએશન દ્વારા દમણગંગા કિનારો સાફ સફાઈ કરી આયોજન કરાયું હતું. હજારો બિહાર વાસીઓ છઠ્ઠ પૂજા કરવા માટે દમણગંગા કિનારે ઉમટી પડયા હતા. કોઈ અનિચ્‍છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો હતો. આ વર્ષે સામાજીક સેવા હેતુસર આયુષ્‍યમાન કાર્ડ અને શ્રમયોગી કાર્ડ કાઢવાની પણ એસોસિએશન આવકાર્ય સેવાનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વીઆઈઍના પ્રમુખ કમલેશભાઈ પટેલ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના મેનેજિંગ ટ્રસ્ટી પૂ. કપિલ સ્વામીજી, કેપી વિદ્યાલયના સ્થાપક ઉમેશ તિવારી, બિહાર વેલ્ફેર ઍસોસિઍશનના અધ્યક્ષ ડૉ.કે.પી.સિન્હા, ઉપપ્રમુખ ઍન.કે.સિંઘ, મહિલા મોરચાના પ્રમુખ સુનીતા તિવારી, સેક્રેટરી પ્રમોદ સિંહ, સહ-સચિવ શિવકાંત ઝા, ખજાનચી અભય સિંહ, કન્વીનર મનીષ ઝા અને સહ-સંયોજક લક્ષ્મી ઝા સહિત અન્ય ટ્રસ્ટીઓ પણ હાજર હતા.

Related posts

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ માતૃભાષા દિવસ”ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

સેલવાસ પ્રશાસન દ્વારા ટ્રાન્‍સપોર્ટનગરના નિર્માણ માટે બાધારૂપ 3 ઝૂંપડાઓનું કરાયું ડિમોલીશન: ત્રણ પરિવારો ઘરવિહોણાં બન્‍યા

vartmanpravah

ભિલાડ ખાતે કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક

vartmanpravah

ઔરંગા નદીમાં વધુ એકવાર પૂર આવતા વલસાડ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કુદરતી પ્રકોપનો વિનાશ વેરાયો

vartmanpravah

ધો.12 સામાન્‍ય પ્રવાહની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું પરિણામ 63.16 ટકા, એ-1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓ

vartmanpravah

Leave a Comment